Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

જર્જરીત ચેકડેમોનું સમારકામ હાથ ધરાશેઃ ભૂપત બોદર

માલીકી નકકી ન થવાના વાંકે અટકી પડેલ ડેમોનું રીપેરીંગ જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી કરશેઃ કુવાડવામાં નવુ બસ સ્ટેન્ડ બનાવાશેઃ દબાણકર્તાઓને રકમ વસુલી કાયદેસરતા આપવા પણ રજુઆતઃ રાજકોટ જીલ્લા પંચાયત ભવન રંગરૂપ ધારણ કરશેઃ અનેક મુદ્દે વિજયભાઇ રૂપાણીને રૂબરૂ રજુઆત કરતા જિ.પ.પ્રમુખ ભૂપત બોદર

રાજકોટતા. ૧૦ : રાજકોટ જિલ્લા પંચાયતના સર્વાગી વિકાસની નેમ સાથેસત્તારૂઢ થયેલા જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ બોદર દ્વારા રાજકોટ જિલ્લા પંચાયતના વિવિધ યોજનાકીય કામોની સબંધિત વિભાગોમાંથી કરવામાં આવેલી દરખાસ્તો તાત્કાલીક ધોરણે મંજુર કરવામાં આવે અને જિલ્લાના વિકાસના કામોને વેગ મળે તે માટે તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની રૂબરૂ મુલાકાત લઇ રજુઆતો કરાઇ હતી.

ભુપતભાઇ બોદરે જણાવ્યું કે જિલ્લા પંચાયત રાજકોટ દ્વારા વિવિધ યોજનાકીય કામોના સંદર્ભે જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભામાં ઠરાવો કરીને સબંધિત વિભાગોમાં દરખાસ્ત કરવામાં આવી છે. આવી દરેક દરખાસ્તોને અગ્રીમતાના ધોરણે ધ્યાને મંજુર કરવા મુખ્યમંત્રીને રજઆત કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લામાં પાછલા વર્ષોમાં વિવિધ યોજનાઓ અને સરકાર હસ્તક વિવિધ વિભાગો દ્વારા બનાવવામાં આવેલ ઘણા બધા ચેકડેમોની  હાલત અત્યારે ખુબજ ખરાબ થઇ ગઇ છે. અને તેનું સમારકામ કરવુ ખુબ જ જરૂરી બની ગયું છે પરંતુ વિવિધ વિભાગો દ્વારા બનાવવાના આવેલા આવા ચેકડેમોની માલિકી કોની છે એ નકકી થઇ શકતું ન હોવાના કારણે તેનું રીપેરંીગ થઇ શકતુ નથી અને આ કારણમાં માત્રથી આ ચેકડેમોનું રીપેરીંગ કરવામાં વિલંબ ન થાય તેમજ જળસંચયમાં વધારો થાય ખેડુતોને પાણીના લાભ મળી રહે. ચેકડેમ હેઠળના ગ્રામ્ય વિસ્તારોનું જળસ્તર ઉંચુ આવે તેમજ ખેડુતોને સિંચાઇ સહિતના લાભો મળી રહે તેવા ઉમદા આશયથી જે તે વર્ષમાં માલીકી નકકી ન થતી હોઇ તેવા ચેકડેમ રીપેરીંગ કરવા માટે જિલ્લા પંચાયત સ્વભંડોળ તથા સરકારની અન્ય ગ્રાન્ટમાંથી ખર્ચકરવા મંજુરી આપવા રજુઆત કરવામાં આવી છે.

આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામજનો દ્વારા મકાન, ાવાડા તથા ઢાળીયા બતાવીને વર્ષોથી દબાણો થયેલા છે આવા ગેરકાયદેસરના દબાણો કરી રહેવાવાળાને કોઇ લાભ મળતો નથી તેમજ સરકારને ગામતળના પ્લોટની લીઝનીઆવક પણ થતી નથી જે રીતે સરકાર દ્વારા શહેરી વિસ્તારના સુચિત અનેગેરકાયદેસર વધારાના બાંધકામોને ઇમ્પેકટ ફી વસુલી રેગ્યુલરાઇઝ કરી આપવામાં આવે છે તેવીજ રીતે ગામતળને દબાણકર્તા પાસેથી બજાર ભાવે રકમ વસુલી કાયદેસર કરીઆપવામાં આવવા જોઇએ જેથી સરકાર ને મહેસુલ તથા જંત્રીની આવક થાય તેમજ દબાણકર્તાઓને પ્લોટ-મકાન કાયદેસર થવાથી લોન તથા સહાય મેળવવી પણ આસાન બની શકે છે.  ગ્રામજનો દ્વારા સરકારી ખરાબાઓમાં પણ દબાણો કરવામાં આવેલા હોઇ છે. આ ખરાબાઓ ઉપર દબાણકર્તા દ્વારા કરવામાં આવેલા દબાણોની જમીનની નિયત મર્યાદા નકકી કરીને બજાર ભાવે રકમ વસુલ કરી રેગ્યુલરાઇસ કરી આપવા પણ સબંધિત વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા વસુલવામાં આવતું ખેતીનું લોકલ ફંડ જેમાં સરકારને નજીવી આવક થતી હોઇ છે. જો સરકાર દ્વારા આ માગણું માફ કરવામાં આવે તો ખેડૂતોના હીતમાં સરકારનું આ એક ઉત્તમ સરાહનીય પગલું ગણાશે અને ખેડૂતોનું આર્થિક ભારણ પણ ઘટશે.

ઉપરાંત રાજકોટ જિલ્લા પંચાયતનું બિલ્ડીંગ જે ખુબ જ જુનું છે તેને નવુ ઇકો-ફેંડલી આધુનિક સુવિધાપૂર્ણ બિલ્ડીંગ, વિશાળ પાર્કીંગ, લેબોરેટરી, બગીચા વગેરે સાથે ર૯.૪૦ કરોડને ખર્ચે નવું બનાવવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી.

આ ઉપરાંત રાજકોટ શહેરની ભાગોળે આવેલા રાજકોટ તાલુકાના કુવાડવા ગામે નવું બસ સ્ટેન્ડ મંજૂર કરવા ગુજરાત રાજયના વાહન વ્યવહાર મંત્રી આર. સી. ફળદુની રૂબરૂ મુલાકાત લઇ રજૂઆત કરેલ છે.

ઉપરાંત રજૂઆતો દરમ્યાન રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર સાથે રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય ઉપરોકત રજૂઆતો દરમ્યાન રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર સાથે રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, કારોબારી અધ્યક્ષ સહદેવસિંહ જાડેજા, ચેરમેન મોહનભાઇ દાફડા, દંડક મુકેશભાઇ તોગડીયા, રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઇ ધામેલીયા, તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઇ નસીત, લોધીકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી, લોધીકા તાલુકા ભાજપ મહામંત્રી દિલીપભાઇ કુગશીયા, ભાજપ આગેવાનો વજુભાઇ તાળા,  મનોજભાઇ પટેલ વગેરે જોડાયા હતાં.

(11:50 am IST)