Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

રાજકોટ એનસીપીના મુખ્ય કાર્યાલયનું ઉદ્ઘાટન

રાજકોટ : એનસીપી ટીમ દ્વારા એનસીપીના  મુખ્ય કાર્યાલયનું પુષ્કરધામ રોડ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું તથા સાથો સાથ પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલના જન્મદિવસ નિમીત કેક કાપીને અને ગરીબ ભૂલકાઓને નાસ્તો કરાવીને ઉજવવામાં આવ્યો. આ કાર્યક્રમમાં રાજકોટ જીલ્લા પ્રમુખ સંદીપભાઈ ડોબરીયા, શહેર પ્રમુખ ભૌમિકભાઈ પારેખ, રાજકોટ શહેર કિસાન સેવા દળ પ્રમુખ નારસિંહભાઈ પટેલ, પ્રદેશ મહિલા મહામંત્રી હેતલબેન યાદવ, જીલ્લા મહિલા પ્રમુખ હિતાબેન વાદોદરિયા,શહેર મહિલા પ્રમુખ વૈશાલિબા વાદ્યેલા, શહેર મહામંત્રી વિમલભાઈ ડાંગર, શહેર માલધારી સમાજ પ્રમુખ રવિભાઈ મોરી, શહેર આઇ.ટી સેલ પ્રમુખ ભાવિનભાઈ ભટ્ટ,રાજકોટ તાલુકા ઉપપ્રમુખ ચંદ્રેશભાઈ ચાવડા,જીલ્લા ઉપપ્રમુખ કમલભાઈ દવે, રવિભાઈ શુકલ, ગમનભાઇ દવે, રફીકભાઈ તથા યાસમીનબેન હાજર રહ્યા હતા.

(4:22 pm IST)