Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

રામકૃષ્ણ વૈશ્વિક મંદિરની સ્થાપનાને ૪૨ વર્ષ પૂર્ણ

સ્વામી વિવેકાનંદ જેની ડિઝાઇન તૈયાર કરી હતી તેવા કલકત્તાના બેલુર મઠની આબેહૂબ પ્રતિકૃતિ રાજકોટ આશ્રમનું મંદિર છે : સુવર્ણ જયંતિ પ્રસંગે સ્મરણિકાનું વિમોચન

રાજકોટ તા. ૭ : છેલ્લા ચાર દાયકાથી પણ વધુ સમયથી રાજકોટની જનતા માટે રાજકોટની મધ્યમાં આવેલા રામકૃષ્ણ આશ્રમનું નામ જાણીતું છે. રાજકોટમાં રામકૃષ્ણ આશ્રમની સ્થાપના ૧૯૨૭માં થઈ હતી. જોકે અત્યારે જયાં સૌથી વધારે લોકો મુલાકાત લે છે એ રામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરનું ઉધ્ઘાટન ૬ઠ્ઠી એપ્રિલ ૧૯૭૯ના રોજ રામકૃષ્ણ મિશનના દસમા પ્રમુખ, સ્વામી વિરેશ્વરાનંદ દ્વારા થયું હતું. સાથોસાથ રામકૃષ્ણ આશ્રમ, રાજકોટને પચાસ વર્ષ પૂર્ણ થતાં હોવાથી સુવર્ણ જયંતિ છઠ્ઠી એપ્રિલથી ૧૨મી એપ્રિલ દરમિયાન ઉજવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં બની રહેલા મંદિરનો અંદાજીત નિર્માણ ખર્ચ એ સમયે ત્રણ લાખ રૂપિયા હતો. પરંતુ જયારે સ્વામી આત્મસ્થાનંદજીએ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ પાસેથી ૧૯૬૬માં સંચાલન સંભાળ્યું, ત્યારે તેમણે મંદિરના પ્લાનમાં ફેરફાર સૂચવ્યો અને નિર્માણ ખર્ચ ત્રણ લાખમાંથી ૧૨ લાખ સુધી પહોંચવાનો અંદાજ માંડવામાં આવ્યો હતો. જોકે નિર્માણ દરમિયાન જ ખર્ચ બેવડાઈને ૨૫ લાખ પર પહોંચી ગયો હતો. ઉપરાંત ૨૦ લાખ રૂપિયા નિર્માણ સાધન સામગ્રી પેટે મેળવવામાં આવ્યા હતા. આથી જયારે મંદિરનું નિર્માણ કાર્ય પૂરૃં થયું ત્યારે કુલ ૪૫ લાખ રૂપિયા ખર્ચાઈ ગયા હતા. આ માટે અનુદાન સ્વરૂપે એક રૂપિયા અને તેના ગુણાંકમાં વધુ રકમની ડોનેશન કુપન બહાર પાડવામાં આવી હતી. લોકો દ્વારા મળેલા અમૂલ્ય દાન વડે મંદિરનું નિર્માણ થયું હતું. આ ભગીરથ કાર્યમાં હજારો લોકો જોડાયા હતા. અનેક આર્કિટેકટ, કલાકારો અને એન્જિનિયરોએ માનદ સેવા આપી હતી. અનુદાન માટે ઘેર ઘેર ફરીને ફાળો એકઠો કરાયો હતો.

નોંધનીય બાબત એ છે કે ખુદ સ્વામી વિવેકાનંદે જેની ડિઝાઇન તૈયાર કરી હતી તેવા કલકત્તાના બેલુર મઠની આબેહૂબ પ્રતિકૃતિ રાજકોટ મંદિર સ્વરૂપે તૈયાર કરવામાં આવી. જયારે સ્વામી વિરેશ્વરાનંદજી દ્વારા રાજકોટ મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે દેશ-વિદેશમાંથી ૨૬૦ સંન્યાસીઓ અને હજારો અનુયાયીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. ભવ્યાતિભવ્ય અને ચિરસ્મરણીય ઉદઘાટન કાર્યક્રમમાં શહેરભરમાં ધર્મ યાત્રા, જાહેર વકતવ્યો, ધાર્મિકલાલ પંડ્યા (માણભટ્ટ), મનહરલાલ મહારાજ, ઇન્દોરના પવાર બંધુઓ દ્વારા ધ્રુપદ ધમાર, સુપ્રસિદ્ઘ શાસ્ત્રીય સંગીતકાર ડો. કુમાર ગંધર્વ સહિતના અનેક મહાનુભાવોના કાર્યક્રમો રજૂ થયા હતા. રામકૃષ્ણ આશ્રમ રાજકોટની સુવર્ણ જયંતી પ્રસંગે બહાર પાડવામાં આવેલી સ્મરણિકા નું વિમોચન ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

(4:20 pm IST)
  • મહારાષ્ટ્રના રાજકારણમાં ધડબડાતી : મુંબઇ એન્ટિલિયા કેસમાં રોજ નવા નવા ધડાકાઓ થઈ રહ્યા છે. મળતા અહેવાલો મુજબ સચિન વાજેએ કોર્ટમાં લેખિત નિવેદન આપીને નવો ખુલાસો કર્યો છે. તેણે આરોપ લગાવ્યો છે કે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની સાથે પરિવહન પ્રધાન અનિલ પરબે પણ તેને ગેરકાયદેસર વસૂલાત માટે લક્ષ્યાંક આપ્યા હતા. access_time 11:29 pm IST

  • મહારાષ્ટ્રના અનેક શહેરોમાં ભયંકર સ્થિતિ: કોરોના કાબૂમાં આવતો નથી: ૨૪ કલાકમાં ૫૫ હજારથી વધુ નવા કેસ: પુણેમાં ૧૨,૨૧૩ નવા કોરોના કેસ નોંધાયા, મુંબઈમાં ૧૦,૦૩૦, થાણેમાં ૬૩૪૫ અને નાગપુરમાં ૪૨૧૦ નવા કોરોના કેસ: દેશના બીજા રાજ્યોમાં પણ વિજળીક ઝડપે કોરોના વધતો જાય છે: છત્તીસગઢમાં આંકડો દસ હજારે(૯૯૨૧) પહોંચ્યો: કર્ણાટકમાં ૬૧૫૦: યુપીમાં ૫૮૯૫: દિલ્હીમાં ૫૧૦૦: કર્ણાટકમાં એકલા બેંગ્લોરમાં ૪૨૬૬ કેસ, રાફડો ફાટ્યો: ગુજરાતમાં ૩૨૮૦: કેરળમાં ૩૫૦૨ અને તામિલનાડુમાં ૩૬૪૫ તથા મધ્યપ્રદેશમાં ૩૭૨૨ નવા કેસ થયા: પશ્ચિમ બંગાળ, હરિયાણા, રાજસ્થાન અને પંજાબમાં ૨૦૦૦ થી ૨૯૦૦ નવા કોરોના કેસ નોંધાયા: આંધ્રમાં ૧૯૪૧: તેલંગાણા ૧૪૯૮: ચેન્નાઈ ૧૩૦૩: ઝારખંડમાં ૧૨૬૪: યુપીના લખનઉમાં ૧૧૮૮: બિહારમાં ૧૦૮૦: ઇન્દોર ૮૦૫: ગુજરાતના અમદાવાદમાં ૭૯૮: સુરતમાં ૬૧૫: રાજકોટ ૩૨૧ અને વડોદરા ૨૧૮ કેસ નોંધાયા છે: ભોપાલમાં આંકડો ૫૮૨એ પહોંચ્યો છે: કોલકાતામાં પણ આંકડો ૫૮૨ થયો છે: જ્યારે જમ્મુ કાશ્મીરમાં પણ કેસ વધવા લાગ્યા છે અને ૫૬૧ નવા કોરોના કેસ આજ સવાર સુધીમાં નોંધાયા છે: હિમાચલ પ્રદેશમાં ૪૨૮: જયપુરમાં ૪૧૩: ગોવામાં ૩૮૭: પુદુચેરીમાં ૨૩૭ અને આસામમાં ૯૨ નવા કેસ થયા.. *ન્યૂઝફર્સ્ટ access_time 10:57 am IST

  • કર્ણાટક હાઈકોર્ટે ટેક્સ ચોરીના સંબંધમાં દિગ્ગજ કોંગ્રેસી નેતા ડી.કે.શિવકુમાર વિરુદ્ધ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દાખલ ત્રણ ગુનાહિત કેસ રદ કર્યા : ન્યાયાધીશ જ્હોન મીશેલ કુન્હાએ જણાવ્યું હતું કે શિવકુમાર વિરુદ્ધ શરૂ કરેલી કાર્યવાહી કાયદા માટે ખરાબ છે અને ફોજદારી કાર્યવાહીની સંહિતા અને આવકવેરા અધિનિયમની જોગવાઈઓ વિરુદ્ધ છે. access_time 9:27 am IST