Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

ભુગર્ભ ગટરની ફરિયાદો તાત્કાલિક ઉકેલવા ચેરમેન હિરેન ખિમાણીયાની તાકીદ

સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લઇ કામની સમીક્ષા કરતા મ.ન.પા.ના ડ્રેનેજ સમિતિના ચેરમેન

રાજકોટ તા. ૭ : મ્યુ. કોર્પોરેશનના કાર્યરત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થળ મુલાકાત લઇ કામની સમીક્ષા ડ્રેનેજ સમિતિ ચેરમેન હિરેન ખીમાણીયા દ્વારા કરવામાં આવી હતી અને સબંધીત અધિકારીઓને ભૂર્ગભ ગટરની ફરિયાદો તાત્કાલિક ઉકેલવા તાકીદ કરી હતી.

મહાનગરપાલિકાના ડ્રેનેજ સમિતિના ચેરમેન હિરેન ખીમાણિયાએ મહાનગરપાલિકાના કાર્યરત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની રૂબરૂ મુલાકાત કરી હતી. મુલાકાત દરમ્યાન તેમણે કામગીરી અંગે પ્રોગ્રેસીવ રિપોર્ટ મેળવ્યા હતા  અને સંપૂર્ણ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ચેરમેને આ મુલાકાત દરમિયાન માધાપર ખાતેના બે પ્લાન્ટ અને રૈયા તથા રૈયાધાર ખાતેના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી નિહાળી હતી. ચેરમેનશ્રી ખીમાણિયાએ સમગ્ર શહેરની સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુવ્યવસ્થિત કાર્યરત રહે અને ડ્રેનેજ સંબંધી લોકફરિયાદોનો સત્વરે નિકાલ થાય તે સુનિશ્ચિત કરવા પણ અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. ડ્રેનેજ સમિતિના ચેરમેન સાથે મનપાના ડે.એન્જી.  અશોક પરમાર અને કપિલ જોષી સાથે રહ્યા હતા તે વખતની તસ્વીર.

(4:17 pm IST)