Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય નીતિન ભારદ્વાજને અભિનંદન આપતા અગ્રણીઓ

રાજકોટ : સંગઠન પર્વ અંતર્ગત રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા તાજેતરમાં જ પ્રદેશ ભાજપની કારોબારી જાહેર કરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના પ્રભારી અને શહેર ભાજપમાં સંગઠનક્ષેત્રે વિવિધ જવાબદારીઓ સંભાળી ચૂકેલ નીતિનભાઈ ભારદ્વાજની પ્રદેશ કારોબારી સભ્ય તરીકે વરણી કરવામાં આવી જે બદલ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, અંજલીબેન રૂપાણી, બીનાબેન આચાર્ય, દિનેશ કારીયા, રજની ગોલ, પરેશ તન્ના, નીરૂભા વાઘેલા, ચેતન સુરેજા, જયોત્સનાબેન ટીલાળા, રાજેશ્રીબેન ડોડીયા, પરેશ હુંબલ, અશ્વિન ભોરણીયા સહિતના સાથે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:16 pm IST)
  • રાજકોટમાં આજે ગરમીમાં આંશિક ઘટાડો ૩૮.૪ ડિગ્રીઃ ૧૬ કિ.મી.ની ઝડપે ફૂંકાતા ગરમ પવન access_time 4:10 pm IST

  • મનપાના આરોગ્ય કેન્દ્રમાં સીનીયર કલાર્ક અને જુનિયર કલાર્ક તેમજ કોમ્યુટર ઓપરેટરોને ફરજ સુપ્રત કરાઈ : ૨૬૭ કર્મચારીઓના હુકમો : આરોગ્યના કર્મચારીઓ કોરોનાની ઝપટે ચડતા સ્ટાફની ભારે અછત સર્જાઈ છે ત્યારે મ્યુ. કમિશ્નરે હવે મનપાની કચેરીના ૨૬૭ જેટલા સીનીયર કલાર્ક, જુનિયર કલાર્ક, હેડ કલાર્ક તથા સર્વેયર અને ડેટા એન્ટ્રી ઓપરેટરોને આરોગ્ય કેન્દ્રમાં સવારે ૭:૪૫ થી બપોરે ૧ વાગ્યા સુધી ફરજ સોંપતા હુકમો કર્યા છે : કોરોનાની સ્થિતિ પર કાબુ મેળવવા માટે હવે આ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે access_time 3:16 pm IST

  • કુંભમેળામાં જતી હરિયાણાની 17 બસો ઉત્તરાખંડ બોર્ડર પરથી પરત: કોવિડ-19નો રિપોર્ટ નહિ હોવાના કારણે 17 બસોને ઉત્તરાખંડ બોર્ડર પરથી પરત મોકલી દેવાઈ :હરીયાણાના પાણીપતથી હરિદ્વાર માટે રવાના થયેલી 17 બસો ઉત્તરાખંડના બોર્ડર પરથી પરત મોકલનામાં આવી હતી. access_time 12:35 am IST