Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

અંબીકા યુવા ગ્રુપ દ્વારા અંબીકા ટાઉનશીપમાં રસીકરણ કેમ્પ

રાજકોટ મહાનગર પાલીકા દ્વારા શ્રી અંબીકા યુવા ગ્રુપના સહયોગથી અંબીકા ટાઉનશીપ વિસ્તારમાં કોરોના રસીકરણ કેમ્પ યોજાઈ ગયો. આ પ્રસંગે મેયર પ્રદિપભાઈ ડવ, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કરભાઈ પટેલ, ડે.મેયરશ્રીમતી દર્શિતાબેન શાહ, સાશક પક્ષના નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, આરોગ્ય ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા, વિધાનસભા-૭૧ના ઈન્ચાર્જ રાજુભાઈ બોરીચા, વોર્ડ નં.૧૧ના પ્રભારી હસમુખભાઈ ચોવટીયા, પ્રમુખ સંજયભાઈ પીપળીયા, મહામંત્રીઓ સંજયભાઈ બોરીચા, હરસુખભાઈ માકડીયા વિનુભાઈ સોરઠીયા, રણજીતભાઈ સાગઠીયા, ભારતીબેન  પાડલીયા, લીલુબેન જાદવ, સોસાયટીના પ્રમુખો રમણીકભાઈ મણવર, ધવલભાઈ વડાલીયા, મનિષભાઈ ચાવડા, રાજેશભાઈ રાઠોડ, રાજુભાઈ ખુમાણ, ડેનીશભાઈ પટેલ, વિજયભાઈ કોરાટ, ભરતભાઈ શીંગાળા, ધર્મેશભાઈ સોલંકી, યોગેશભાઈ પટેલ, વિનોદભાઈ ઈસોટીયા, પ્રિતેષભાઈ ભૂવા વગેરે હાજર રહ્યા હતા.

(3:31 pm IST)