Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

સમર્પણ ધ્યાન યોગ ફાઉન્ડેશન દ્વારા કોવીડ વેકસીનેશન કેમ્પ

 બાબાસ્વામી પૂ. શિવકૃપાનંદ સ્વામી અને પૂ. ગુરૂમાની પ્રેરણાથી તાજેતરમાં સમર્પણ ધ્યાન યોગ અને શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશન દ્વારા મહાનગરપાલીકા આરોગ્ય શાખાના સહયોગથી તમામ નાગરિકો માટે કોવિડ-૧૯ વેકસીનેશન કેમ્પનું વિનામુલ્યે આયોજન કરાયુ હતુ. મેયર ડો. પ્રદીપભાઇ ડવ, ડે. મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ ચેરમેન પુસ્કરભાઇ પટેલ, કોર્પોરેટરો, પદધાધિકારીઓ ઉપસ્થિત રહેલ. સમર્પણ ભવન, એરપોર્ટ રોડ ખાતે યોજાયેલ આ કેમ્પમાં આશરે ૧૨૫ સાધકો અને અન્ય લોકોએ લાભ લીધો હતો. સૌરાષ્ટ્ર આશ્રમ કમીટી પ્રમુખ અને શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રીમતી જીજ્ઞાબેન ગોહિલના હસ્તે કેમ્પનું ઉદ્દઘાટન કરવામાં આવેલ. આચાર્ય હિતેશભાઇ ચોટાઇ, આચાર્યા તૃપ્તીબેન ખેરે ભવિષ્યમાં હજુ આવો કેમ્પ કરવાની તૈયારી દર્શાવી હતી.

(3:29 pm IST)