Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

વોર્ડ નં. ૧૦ માં કેવલમ પાસે પેવર બ્લોકનું કામ

 શહેરના વોર્ડ નં. ૧૦ માં ભાજપના કોર્પોરેટરો અને સંગઠન ટીમના પ્રયાસોથી પુષ્કરધામ મેઇન પર કેવલમ સોસાયટી પાસે પેવર બ્લોકનું કામ હાથ ધરાતા મેયર ડો. પ્રદીપભાઇ ડવ અને મહીલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન રૂપાણીના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, ડે. મેયર દર્શીતાબેન શાહ, વોર્ડ નં. ૧૦ ના કોર્પોરેટરો ચેતનભાઇ સુરેજા, નીરૂભા વાઘેલા, જયોત્સનાબેન  ટીલાળા, રાજેશ્રીબેન ડોડીયા, વોર્ડ પ્રભારી દિનેશભાઇ કારીયા, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી હરેશભાઇ કાનાણી, પરેશભાઇ તન્ના, પૂર્વ કોર્પોરેટર પરેશભાઇ હુંબલ, અશ્વિનભાઇ ભોરણીયા, કિશોરભાઇ સોજીત્રા, મહેન્દ્રસિંહ ચુડાસમા, સંગીતાબેન છાયા, ધર્મેન્દ્ર ભગત, અનિરૂધ્ધભાઇ મૈત્રા, બહાદુરસિંહ ઝાલા, રત્નદીપસિંહ જાડેજા, રામદેવસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, હિતુભાઇ ડોડીયા વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:25 pm IST)