Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

પત્નિએ પડોશીના છોકરાને કચરો ફેંકવાની ના પાડતાં પતિ પર હુમલો

કોઠારીયા સોલવન્ટમાં સવારે મહિલાને થયેલી ચડભડનો ખાર રાખી સાંજે તેણીના પતિ પર હુમલો કરાયો

રાજકોટ તા. ૭: કોઠારીયા સોલવન્ટમાં રહેતાં અને કંપનીમાં કામ કરતાં રાજન બ્રિજમોહન સિંઘ (ઉ.વ.૩૨)ને સાંજે સાડા આઠેક વાગ્યે પડોશી ગુડ્ડુએ પાઇપથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ આજીડેમ પોલીસને જાણ કરી હતી.

રાજનના કહેવા મુજબ ગઇકાલે સવારે તેના પત્નિ શેરીમાં સફાઇ કરતાં હતાં ત્યારે પડોશીના છોકરાએ કચરો ફેંકતા તેને આ રીતે કચરા ન કરવા સમજાવતાં બોલાચાલી થઇ હતી. એ પછી સાંજે પોતે નોકરીએથી ઘરે આવ્યો ત્યારે અચાનક ગુડ્ડુએ આવી સવારે પોતાની પત્નિ સાથે થયેલી ચડભડનો ખાર રાખી પાઇપથી હુમલો કરી દીધો હતો.

(12:46 pm IST)