Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા તમામ મંડલો પર સ્થાપના દિવસની ઉજવણી

રાજકોટ : ભારતીય જનતા પાર્ટીના ૪૧ માં સ્થાપના દિવસ નિમિતે રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડાજી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીના ઉદ્દબોધનને સાંભળવામાં આવેલ. તેમજ ભારત માતાની પ્રતિમાને પુષ્પાંજલી કરી ભાજપનો ધ્વજ લહેરાવી સવે કાર્યકર્તાઓએ પરસ્પર શુભેચ્છાની આપ લે કરી હતી. આ તકે જિલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઇ ખાચરીયા, જિલ્લા મહામંત્રી મનીષભાઇ ચાંગેલા, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર, પુર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા, ગીરીશભાઇ પરમાર, શ્રીમતી સીમાબેન જોશી, રીનાબેન ભોજાણીએ પ્રાસંગીક ઉદ્દબોધન કરેલ. આ તકે મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરાયુ હતુ. કાર્યક્રમમાં તળશીભાઇ તાલપરા, પ્રાગજીભાઇ કાકડીયાા, રીનાબેન ભોજાણી, બિંદીયાબેન મકવાણા, જીજ્ઞાબેન પટેલ, સીમાબેન જોશી, રમાબેન મકવાણા, ભાનુબેન ઠુંમર, બાબુભાઇ નસીત, ગીરીશભાઇ પરમાર, પરમાર, વિનુભાઇ પરમાર, મુકેશભાઇ તોગડીયા, રાજેશભાઇ ચાવડા, મનવીરભાઇ ચાવડા, નવીનભાઇ ગૌસ્વામી, જગદીશભાઇ બોરીચા, હિતેશભાઇ ચાવડા, ગૌરવસિંહ જાડેજા, વલ્લભભાઇ સેખલીયા, દાનાભાઇ ચંદ્રવાડીયા, હરસુખભાઇ સોજીત્રા, દીપકભાઇ પીપળીયા, સતીશભાઇ શીંગાળા, આકાશભાઇ સખીયા, અશોકભાઇ ઠુંમર, ભરતભાઇ રબારી, રજનીભાઇ સખીયા, નીતિનભાઇ સગપરીયા, એન. વી. પટેલ, એ. કે. દેવમુરારી, કરણભાઇ લાવડીયા, વિવેકભાઇ વિરડીયા, કમલભાઇ કોળીયા, નરોતમભાઇ પરમાર, વિપુલભાઇ બસીયા, ધીરેનભાઇ જોશી, જલ્પેશભાઇ વાઘેલા, કેતનભાઇ નસીત, ભાયાભાઇ વસરા, જયંતીભાઇ રાઠોડ, અનુભા જાડેજા, જયંતિભાઇ ત્રિવેદી, દિનેશભાઇ વીરડા, દીપકભાઇ મદલાણી, પ્રેમશંકરભાઇ તુરહા સહીત જિલ્લા તથા મંડલના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કાર્યાલય પ્રભારી અલ્પેશભાઇ અગ્રાવત, આઇ.ટી. સોશ્યલ મીડિયા પ્રભારી જયેશભાઇ પંડયા, આઇ.ટી. સહઇન્ચાર્જ યશ વાળા, વિવેક સાતા, કિશોર ચાવડા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(11:30 am IST)