Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

પોલીસના નંબર પ્લેટ વગરના વાહનોને લઈને બબાલ થઈ

રાજકોટ વીડિયો વાયરલ થયો : વાહનોમાં જાતિ આધારિત લખાણ લખવામાં આવ્યા છે તેમજ કેટલાક વાહનોમાં નંબર પ્લેટ વગરની હોવાનું સામે આવ્યું છે

રાજકોટ,તા. :  રાજકોટ શહેરના સાંઢિયા પુલ નજીક આવેલ બગીચા પાસે નો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં વાહનચાલક પોલીસ કર્મચારીઓ તેમજ ટ્રાફિક બ્રિગેડના જવાનો ના વાહન બતાવે છે. જે વાહનોમાં જાતિ આધારિત લખાણ લખવામાં આવ્યા છે તેમજ કેટલાક વાહનોમાં નંબર પ્લેટ લખાણ વગરની હોવાનું સામે આવ્યું છે. તો કેટલાક વાહનોમાં નંબર પ્લેટ હોવાનું સામે આવ્યું છે. ત્યારે વીડિયોમાં વાહનચાલક પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવી રહ્યો છે કે, એક તરફથી નંબર પ્લેટ વગરના કે ફેન્સી નંબર પ્લેટ વાળા વાહનચાલકોને પોલીસ દંડ ફટકારી રહી છે. બીજી તરફ સાંઢિયા પુલ પાસે આવેલા બગીચા પાસે ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું.

ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને રોકી તેમની પાસેથી જરૂરી કાગળિયા તેમજ ટ્રાફીક નિયમનનો ભંગ બદલ દંડ ફટકારવામાં આવી રહ્યો હતો. સમયે ટ્રાફિક નિયમનનું પાલન કરાવનારા તેમજ દંડ ફટકારનારા પોલીસ અધિકારીઓ તેમજ ટ્રાફિક બ્રિગેડના જવાનો ના વાહનો પણ ત્યાં બાજુમાં પડેલા હોય. તે વાહનો બતાવતા યુવકે બનાવ્યો હતો. યુવકે બનાવેલ વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે પોલીસ લખેલી ગાડીમાં કોઈપણ પ્રકારની નંબર પ્લેટ નથી. તો એક વાહનમાં તો નંબર પ્લેટ માં કોઈપણ જાતનું લખાણ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે કે એક વાહનમાં જાતીય આધારિત લખાણ લખવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા લોકોને જ્યારે ટ્રાફિક નિયમના ભંગ બદલ દંડિત કરવામાં આવે છે.

ત્યારે લોકો પણ પોલીસ પાસેથી તેમજ ટ્રાફિક બ્રિગેડના જવાનો પાસેથી એટલી આશા રાખે છે કે તેઓ પણ ટ્રાફિક નિયમો નું પાલન કરે. તેઓ પણ પોતાની નંબર પ્લેટ સામાન્ય નાગરિકોની જેમ નિયમ અનુસાર લગાડે. પીયુસી સહિતના કાગળિયા ડ્રાઇવિંગ કરતા સમયે પોતાની સાથે રાખે. ઉલ્લેખનીય છે કે પહેલા પણ અનેક આવા વિડિયો રાજકોટ શહેરના વાઇરલ થયા છે. જે વીડિયોમાં પોલીસ અધિકારી તેમજ જવાન જે વાહન હંકારી રહ્યાં હોય છે તે વાહનમાં નંબર પ્લેટ હોવાનું સામે આવ્યું હતું. ભૂતકાળમાં જે.સી.પી કક્ષાના અધિકારી સિદ્ધાર્થ ખત્રી દ્વારા વાયરલ થયેલ વિડિયો માં અનેક લોકોને ફરજ મુક્ત કરાયા હતા.

(10:07 pm IST)