Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

રાજકોટમાં કમલ પૂરબહાર ખીલશે : રાજુ ધ્રુવ

રાજકોટના મતદારોના આભાર માનતા ભાજપ સૌરાષ્‍ટ્ર-કચ્‍છના પ્રવકતા

રાજકોટ તા. ૨૨: ગુજરાત ફરી એક વખત ઇતિહાસ રચવા જઇ રહ્યું છે. રાજકોટ મહાનગપાલિકાની ચૂંટણીમાં મતદાન દરમિયાન શહેરના શાણા નાગરિકોએ ખોબલેખોબલે મત ભાજપને આપ્‍યા છે. આવતીકાલે રાજકોટ મનપા ચૂંટણીનાં પરિણામ દિવસે કમળ પૂરબહારમાં ખીલશે. મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીની પારદર્શી અને વિકાસશીલ કામગીરીને કારણે તમામ મહાનગર પાલીકાઓમાં ભાજપનો ભવ્‍ય વિજય નિ?તિ છે એવું સૌરાષ્‍ટ્ર ભાજપનાં પ્રવક્‍તા રાજુભાઇ ધ્રુવે એક નિવેદનમાં જણાવ્‍યું હતું.

મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં પ્રજાવત્‍સલ સુશાસન અને ભાજપનાં કાર્યકરોની મહેનત રંગ લાવી રહી છે. મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં સબળ નેતળત્‍વ હેઠળ થયેલા વિકાસના કામો, લોકકલ્‍યાણની યોજનાઓ, સરકારની આમ નાગરિકો પ્રત્‍યેની સંવેદનશીલતા અને સૌનો સાથ સૌનો વિકાસની લાગણીની લોકોએ કદર કરી છે. મતદાનની ટકાવારી જોતા લાગી રહ્યુ છે કે લોકોએ ભાજપના સાશનમાં ફરી એક વખત વિશ્વાસ મૂકયો કર્યો છે અને મનપા ચૂંટણીમાં ભાજપનો ભવ્‍ય વિજય થશે.

રાજુભાઈએ વિજયભાઈનાં સાશનકાળ દરમિયાન રાજકોટને એઇમ્‍સની ફાળવણી, ઇન્‍ટરનેશનલ એરપોર્ટ, સૌની યોજના જેવા વિકાસ કાર્યોનો હવાલો આપી ઉમેર્યું હતું કે લોકોએ ભાજપના વિકાસલક્ષી રાજકારણની તરફેણમાં મતદાન કર્યું છે. મતદાન પૂર્ણ થયા બાદ તમામ મતદારો તથા સમર્થકો, શુભેચ્‍છકો, કાર્યકર્તાઓ તથા સાથીદારો ઉપરાંત મીડિયાનો આભાર માનતા તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, મતદારોએ ભાજપ તરફી ભારે મતદાન કરી રાજકોટના વિકાસની ગતિને અખંડ રાખવા માટે મત આપ્‍યો છે. પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીએ અને મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરેલા રાજકોટના સવાઁગી વિકાસને પ્રજાએ સ્‍વીકળતિ આપી છે. પંચનિષ્ઠા, અંત્‍યોદયનો ઉદ્ધાર, સૌનો સાથ સૌનો વિકાસ અને માનવી ત્‍યાં સુવિધાના મહામંત્રને આગળ લઇ પ્રજા કલ્‍યાણ કરવાની ભાજપની વિચારધારાને રાજકોટના નગરજનોએ સ્‍વીકારી છે તેમ જણાવી તેમણે સર્વે મતદારોનો આભાર માન્‍યો હતો.

રાજુભાઈ ધ્રુવે કહ્યું હતું કે જનતાનો ભાજપા પર વિશ્વાસ વ્‍યક્‍ત કરવા બદલ આભાર વ્‍યક્‍ત કરું છું.

રાજુભાઈએ ચૂંટણી દરમિયાન નેતળત્‍વ પૂરું પાડનાર સર્વે નેતાઓ, ભાજપના લાખો રાષ્‍ટ્રભકત, સમર્પિત કાર્યકરો, તમામ પ્રજાજનો-મતદારો, ચૂંટણી કાર્યમાં સહભાગી બનનાર સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ અને સુરક્ષાદળના જવાનો તથા પ્રિન્‍ટ અને ઇલેક્‍ટ્રોનિક મીડિયાના સંચાલકો, પત્રકાર મિત્રોનો પણ આ તકે આભાર માન્‍યો હતો.

(4:17 pm IST)
  • કોરોના રસી મુકાવો નહીંતર કવોરન્ટાઇન લીવ ભૂલી જાવ : પંજાબ સરકારની ચેતવણી :રસી નહિ મુકાવનાર હેલ્થ વર્કર્સે પોતાની સારવારનો ખર્ચ જાતે ભોગવવો પડશે access_time 3:44 pm IST

  • ઈશાંત ટેસ્ટની સદી ફટકારશે : આગામી ૨૪મીથી મોટેરા સ્ટેડિયમ ખાતે ડે એન્ડ નાઈટ ટેસ્ટનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ઈશાંત શર્મા પોતાના ટેસ્ટ કેરીયરનો ૧૦૦મો ટેસ્ટ રમનાર છે તેણે ૯૯ ટેસ્ટ મેચમાં ૩૦૨ વિકેટો ઝડપી છે. access_time 2:41 pm IST

  • મમતાની ભત્રીજા વહુનો વળતો લલકારઃ પૂછપરછ માટે તૈયાર છું : પં.બંગાળ તેજતર્રાર મુખ્યમંત્રી મમતા બેનરજીની ભત્રીજા વહુ રૂજીરાએ સીબીઆઈને કહ્યું છે કે કાલે ૨૩મીએ બુધવારે ૧૧ થી ૩ વચ્ચે પૂછપરછ માટે તે ઉપલબ્ધ છે access_time 4:32 pm IST