Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

રાજકોટમાં તમામ ૬ સ્‍થળે મતગણતરી કેન્‍દ્રો તૈયાર : જડબેસલાક બંદોબસ્‍ત

રાજકોટ : આવતીકાલે રાજકોટમાં કુલ ૬ સ્‍થળે વોર્ડ નં.૧ થી ૧૮ના ૭૨ બેઠકોની મતગણતરી સવારે ૯ વાગ્‍યાથી શરૂ થશે. વિરાણી હાઈસ્‍કુલ, પીડીએમ, ચૌધરી હાઈસ્‍કુલ, એવીપીટી અને વીરબાઈમા મહિલા કોલેજ સહિત ૬ સ્‍થળે મતગણતરી થનાર હોય આજે બપોરે ૨ વાગ્‍યા સુધીમાં તમામ મતગણતરી કેન્‍દ્રો ડેરીગેશન અને જાળીઓ નાખી તથા મેઇન કાઉન્‍ટીંગ હોલમાં ૧૨ થી ૧૪ ટેબલો નાખી તૈયારી કરી લેવાય છે. તમામ મતગણતરી કેન્‍દ્રોના સ્‍ટ્રોંગ રૂમમાં ઈવીએમ સીલ છે. જડબેસલાક પોલીસ બંદોબસ્‍ત ગોઠવાઈ ગયો છે. તસ્‍વીરમાં એસ.વી. વિરાણી હાઈસ્‍કુલ ખાતે તૈયાર થઈ ગયેલ મતગણતરી હોલ, પોલીસ બંદોબસ્‍ત તથા નાયબ મામલતદારો કિરીટસિંહ ઝાલા, હસમુખ પરસાણીયા કાર્યવાહીના અંતિમ ઓપ આપતા નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(4:02 pm IST)