Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

ચૂંટણીનું હોર્ડિંગ લગાડતી વખતે અગાસી પરથી પટકાતાં મુંજાસરના યુવાનનું મોત

કાળુભાઇ રાદડીયાએ રાજકોટમાં દમ તોડયો : બે બહેનના એકના એક ભાઇના મૃત્‍યુથી પરિવારમાં કલ્‍પાંત

રાજકોટ,તા. ૨૨: બગસરાના મોટા મુંજાસરમાં ચૂંટણીના હોર્ડિંગ લગાડતી વખતે અગાશી પરથી પટકાતા યુવાનનું રાજકોટની હોસ્‍પિટલમાં સારવાર દરમ્‍યાન મોત નિપજતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

મળતી વિગત મુજબ મોટા મુંજાસર ગામમાં રહેતા કાળુભા કુરજીભાઇ રાદડીયા (ઉવ.૩૫) પરમ દિવસે પોતાના ઘરની અગાશીની પાળીમાં ચૂંટણીનું હોર્ડિંગ લગાડતા હતા. ત્‍યારે અચાનક પગ લપસતા અગાશી પરથી પટકાતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને તેને સારવાર માટે રાજકોટની વોકહાર્ટ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. ત્‍યાં તેનું ગઇ કાલે સારવાર દરમ્‍યાન મોત નિપજ્‍યુ હતું. મૃતક કાળુભાઇ ખેતી કરતા હતા. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે ત્રણ બહેનોના એકના એક ભાઇના મૃત્‍યુથી પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના એ.એસ.આઇ મેરામભાઇ ડાંગર તથા રાઇટર મહેશભાઇ કછોટે તપાસ હાથ ધરી છે.

(3:58 pm IST)