Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

હાશ... ચુંટણી પુરીઃ મહીનાઓની દોડધામ બાદ ભાજપ-કોંગ્રેસ-આપનાં ઉમેદવારો રોજીંદી પ્રવૃતિઓમાં વ્યસ્ત

રાજકોટઃ મનપાની ચુંટણી માટે છેલ્લા છ મહીનાથી સતત દિવસ-રાત દોડધામમાં વ્યસ્ત રહેલા રાજકીય આગેવાનો-કાર્યકરોએ  ચુંટણી પુર્ણ થતા હાશકારો અનુભવ્યો છે.  આજે સવારે ભાજપ-કોંગ્રેસ અને આપનાં ચુંટણી લડનારા ઉમેદવારો તેઓની રોજીંદી પ્રવૃતીમાં વ્યસ્ત બની. હળવાશ અનુભવી રહયા હતા. તે વખતની તસ્વીર ક્રમાનુસાર આ મુજબ છે. ં વોર્ડ નં. ૭ના ભાજપનાં ઉમેદવાર નેહલ શુકલે બાળકો  સાથે ક્રિકેટ રમી હળવા થયા હતા. જયારે ભાજપના જ દેવાંગ માંકડ જીવદયાની પ્રવૃતીમાં વ્યસ્ત થયા હતા જયારે પ્રદેશ મહીલા કોંગ્રેસનાં પ્રમુખ અને વોર્ડ નં. ૩ના કોંગ્રેસના ઉમેદવાર ગાયત્રીબા અશોકસિંંહ વાઘેલાએ નિવાસ્થાને રસોઇ બનાવી હાશકારો અનુભવ્યો હતો. વોર્ડનં. રના ભાજપના ઉમેદવાર ડો. દર્શીતાબેન શાહ તેઓની હોસ્પીટલનાં કામમાં વ્યસ્ત થઇ ગયા હતા. વોર્ડ નં. રના કોંગ્રેસના ઉમેદવાર અતુલ રાજાણી તેઓની ઓફીસ વર્કમાં વ્યસ્ત થઇ ગયેલ. કોંગ્રેસના નિલેષ મારૂ તેઓના કાર્યાલયમાં વ્યસ્ત જોવા મળેલ. કોંગ્રેસના રણજીત મુંધવા લોકસેવામાં જોતરાઇ ગયા હતા. ભાજપનાં પ્રદીપ ડવ કાર્યકરો સાથે ચુંટણી વિશ્લેષણમાં વ્યસ્ત હતા. વોર્ડ નં. ૧૩નાં ભાજપનાં ઉમેદવાર જયાબેન ડાંગર મંદિરમાં સેવા પૂજામાં વ્યસ્ત થયા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર તથા પુર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા, સેલ્ફ ડ્રાઇવીં કરી બહારગામનાં કામમાં વ્યસ્ત થયા હતા. વોર્ડ નં. ૧ નાં ભાજપનાં ડો. અલ્પેશ મોરજરીયા તેઓના દવાખાનામાં દર્દીઓને તપાસવામાં વ્યસ્ત થયેલ. જયારે કોંગ્રેસના ભરત મકવાણા કાર્યકરો સાથે ચર્ચામાં મશગુલ બન્યા હતા. આપના શિવલાલભાઇ બારશીયા તેઓના કાર્યકરો સાથે ચર્ચામાં તથા આપના શહેર પ્રમુખ રાજભા ઝાલા તેઓની ઓફીસના કામમાં વ્યસ્ત બન્યા હતા.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:57 pm IST)