Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

૧૦૦ વર્ષનાં શાંતાબેને મતદાન કર્યું:

રાજકોટઃ ગઇકાલે યોજાયેલ મ.ન.પા.ની ચુંટણીમાં પ૦ ટકા લોકો મતદાન કર્યા વગર ઘરમાં બેસી રહ્યા હતા. ત્‍યારે ૧૦૦ વર્ષનાં શાંતાબેન મંડલીએ કસ્‍તુરબા વિદ્યાલયનાં બુથ નં. ૩૪માં મતદાન કરી સૌને અનેરી પ્રેરણા આપી હતી. તે વખતની તસ્‍વીરમાં પૂર્વ મેયર ડો. જૈમન ઉપાધ્‍યાય આ વડીલને સહારો આપી રહેલા દર્શાય છે.

(3:56 pm IST)
  • શંકા ગમે તેટલી મજબૂત કેમ ન હોય , પુરાવાનું સ્થાન ન લઇ શકે : સુપ્રિમકોર્ટની ટિપ્પણી :જસ્ટિસ ઇન્દિરા બેનર્જી અને જસ્ટિસ હેમન્ત ગુપ્તાની પીઠે ઓરિસ્સા હાઇકોર્ટના એક નિર્ણંયને યથાવત રાખતા કહ્યું કે કોઈપણ આરોપી વિરુદ્ધ પુરાવાની કડી એટલી મહત્વપૂર્ણ હોવી જોઈએ,જેથી તેના વિરુદ્ધ આરોપ સાબિત થઇ શકે access_time 9:26 am IST

  • દેશની એક ઇંચ જમીન પર કોઇ કબજો કરી શકશે નહીં, અને એવું થશે તો તેને રોકવામાં આવશે: તમિલનાડુનાં સલેમમાં ભાજપના યુવા મોર્ચાનાં સંમેલનને સંબોધીત કરતા રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે પુર્વી લદ્દાખમાં પૈગોંગ ત્સો સરોવર નજીક સૈનિકોની પાછા હટવાની પ્રક્રિયા પુરી થઇ ચુકી છે, પરંતું કમનશીબે કોંગ્રેસ ભારતીય સેનાની વીરતા પર શંકા કરી રહી છે access_time 9:26 am IST

  • આંધ્ર : ગ્રામ પંચાયતોમાં જંગી મતદાન થયુ : આંધ્રપ્રદેશમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં જ તબક્કાનું મતદાન સમાપ્ત : સરેરાશ ૮૧.૭૮% મતદાન નોંધાયુ access_time 2:41 pm IST