Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

ચરણસિંહને સાંત્વના અને હિંમત આપવા દુઃખમાં સહભાગી બનવા કલેકટર-DDO એસપી તથા અન્ય હાઇલેવલ અધીકારીઓ પાલીતાણા જવા રવાના

રાજકોટ તા.રર : રાજકોટના ડે.કલેકટર શ્રી ચરણસિંહ ગોહીલના ધર્મપત્ની અને પુત્રીનું માર્ગ અકસ્માતમાં કરૂણ અવસાન થયું ર૧ વર્ષના સાળા ઘનશ્યામસિંહનો પણ કાળે ભોગ લીધો તે ઘટનાથી કલેકટર તંત્ર શોકમય બની ગયું છે.

દરમિયાન બાહોશ ડે.કલેકટર શ્રી ચરણસિંહ ગોહીલને હિંમત સાત્વના આપવા કલેકટરશ્રી રેમ્મા મોહન તથા એડી.કલેકટર શ્રી પરિમલ પંડયા ઉપરાંત ડી.ડી.ઓ પણ રાણાવસીયા, ડીએસઓ. પુજા બાવડા, એસપીશ્રી બલરામમીણા તથા અન્ય ઉચ્ચ અધીકારીઓ, આજે બપોરે સવા ૧ વાગ્યાની આસપાસ ચરણસિંહના બીજા પાલીતાણાથી નજીક પરડીયા ગામ જઇ રહ્યા છે. તેમની ઓફીસના અનેક કર્મચારીઓ આજે સવારે પહોંચી ગયા હતા. દરમિયાન ચરણસિંહને રાજકોટથી ડ્રાઇવર ન મોકલ્યો તેનો ભારોભાર અફસોસ રહી ગયો છે. દર વખતે તેઓ પત્ની-પુત્રીને લેવા રાજકોટથી ડ્રાઇવર મોકલતા આ વખતે તેમના સસરાનો ડ્રાઇવર માટે ફોન આવ્યો, પરંતુ ચુંટણી હોય સ્ટાફ ફરજમાંં હશે તેમ માની ધર્મપત્નિ ચેતનાબેને જ ના પાડી અને ભાઇ ધનજંય મુકી જશે તેમ જણાવી રાજકોટ આવવા નીકળયા અને કાળે કામ કરી લીધું.

(3:56 pm IST)
  • રાજસ્થાનમાં એક જ પરિવારના ૪નો આપઘાત : રાજસ્થાનના સિકરમાં એક જ પરિવારના ચાર સભ્યોનો આપઘાત access_time 2:42 pm IST

  • શંકા ગમે તેટલી મજબૂત કેમ ન હોય , પુરાવાનું સ્થાન ન લઇ શકે : સુપ્રિમકોર્ટની ટિપ્પણી :જસ્ટિસ ઇન્દિરા બેનર્જી અને જસ્ટિસ હેમન્ત ગુપ્તાની પીઠે ઓરિસ્સા હાઇકોર્ટના એક નિર્ણંયને યથાવત રાખતા કહ્યું કે કોઈપણ આરોપી વિરુદ્ધ પુરાવાની કડી એટલી મહત્વપૂર્ણ હોવી જોઈએ,જેથી તેના વિરુદ્ધ આરોપ સાબિત થઇ શકે access_time 9:26 am IST

  • શ્રીરામ મઠમાંથી ર.પ કરોડની અતિ પ્રાચીન ૭ મુર્તીઓની ચોરી : બિહારના નરિયાર ગામ સ્થિત access_time 3:44 pm IST