Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

જાગૃત મતદારોનો આભાર વ્‍યકત કરતા ભાજપ આગેવાનો

કાર્યકરોની મહેનત પણ લેખે : ફરી વિજયી બની ભાજપ ધુરા સંભાળશે અને વિકાસને વેગ મળશે

રાજકોટ તા. ૨૨ : ગઇકાલે મહાનગરપાલીકાની ચુંટણી માટે થયેલ મતદાનમાં જાગૃત નાગરિકોએ બતાવેલ ઉત્‍સાહ બદલ ભાજપ આગેવાનોએ આભાર વ્‍યકત કર્યો છે. જેની સંકલિત યાદીઓ અહીં પ્રસ્‍તુત છે.

કોટક-કાનગડ-ઉપાધ્‍યાય-શુકલ

ગઇકાલે મતદારોએ જે ઉમળકો બતાવ્‍યો તે જોતા ફરી ભાજપ મહાનગરપાલીકાનું શાસન સંભાળશે અને વિકાસને વેગ મળશે. તેમ જણાવી ભાજપ આગ્રણીઓ જનકભાઇ કોટક, ઉદયભાઇ કાનગડ, ડો. જયમન ઉપાધ્‍યાય, કશ્‍યપ શુકલે જાગૃત મતદારોનો આભાર વ્‍યકત કરેલ છે. સંગઠન અને કાર્યકર્તાઓની બુથ સુધીની કામગીરી બદલ તેઓનો પણ આભાર વ્‍યકત કરેલ છે.

અંજલીબેન - બીનાબેન

ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી અને પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્યએ મતદારોનો આભાર વ્‍યકત કરતા જણાવ્‍યુ છે કે રાજકોટની પ્રજા હંમેશા ભાજપની સાથે રહી છે અને ભાજપની નેતાગીરી પણ તેને ચરીતાર્થ કરે છે. નરેન્‍દ્રભાઇ મોદીએ સેવેલા સપના મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી સાકાર કરી રહ્યા છે. ત્‍યારે આ વિશ્વાસ અને વિકાસની પ્રણાલી ચોકકસ આગળ વધશે. તેમ અંતમાં જણાવેલ છે.

કુંડારીયા- પટેલ- રૈયાણી- સાગઠીયા

મહાનગરપાલીકાની ચુંટણી શાંતિપૂર્ણ  રીતે થઇ અને મતદારોએ જે સહયોગ આપ્‍યો તે બદલ સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્‍યો ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયાએ આભાર વ્‍યકત કરેલ છે. જણાવ્‍યુ છે કે જાગૃત મતદારોએ તેમનો મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પાયાને વધુ મજબુત બનાવ્‍યો છે.

ભંડેરી- ભારદ્વાજ

ગુજરાત મ્‍યુ. ફાઇનાન્‍સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજે ભાજપની તરફેણમાં મતદાન કરનાર સૌનો આભાર વ્‍યકત કરતા જણાવ્‍યુછે કે શહેરની  પ્રજાએ વિકાસ માટે મતદાન કર્યુ છે અને તે નિヘતિ થઇ ગયુ છે. ભાજપના ઉમેદવારો જંગી લીડથી જીતશે અને શહેરનો વિકાસ પુરપાટ ગતિએ થશે.

મિરાણી - કોઠારી - રાઠોડ

સર્વે મતદારો ઉપરાંત કાર્યકર્તાઓનો આભાર વ્‍યકત કરતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી અને કિશોરભાઇ રાઠોડે જણાવ્‍યુ છે કે મતદારોએ ભાજપમાં વિશ્વાસ વ્‍યકત કરતા વિકાસનું સુત્ર સાકાર થશે. કાર્યકરોએ પણ દીલથી કામ કરી સપ્‍તાહભર કામ કર્યુ છે. ત્‍યારે સૌનો દિલથી આભાર.

(3:54 pm IST)
  • આ એવી સરકાર છે કે જે લોકોને ડરાવીને રાજ કરે છે : સરકારના ડરથી મહાનુભાવો મોઢું બંધ રાખે છે : ખેડૂત આંદોલન સહીત જુદા જુદા પ્રશ્ને મૌન રાખવા મજબુર ફિલ્મી કલાકારો પ્રત્યે સહાનુભતિ દાખવું છું : પૂર્વ મિસ ઇન્ડિયા અને બૉલીવુડ સેલિબ્રિટી ગુલ પનાગ access_time 1:12 pm IST

  • દેશમાં કોરોનાના ધીમીગતિએ વધતા કેસ :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,979 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,05,071 થઇ :એક્ટિવ કેસ 1,47,100 થયા: વધુ 9476 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,06,97,014 થયા :વધુ 79 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56,418 થયા access_time 12:09 am IST

  • અજીબ છે આ રેલવે સ્ટેશન : અહીં ટિકિટ લેવા જવું પડે છે મહારાષ્ટ્ર અને ટ્રેન પકડવા માટે ગુજરાત પહોંચવું પડે : બે રાજ્યોની વચ્ચે આવ્યું છે નવાપુર રેલવે સ્ટેશન: ગુજરાત અને મહારાષ્ટ્રની સીમા સ્પર્શતું એકમાત્ર રેલવે સ્ટેશન : સ્ટેશને બેન્ચનો અડધો ભાગ મહારાષ્ટ્ર અને અડધો હિસ્સો ગુજરાતમાં છે access_time 9:25 am IST