Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

રાજકોટમાં અધિકારીઓ- પદાધિકારીઓએ સવારે જ મતદાન કરી લીધુ

રાજકોટઃ શહેરમાં અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનો, કાર્યકરોએ ગઈકાલે સવારે જ મતદાન કરી ફરજ અદા કરી હતી. ઉકત તસ્વીરોમાં જિલ્લા કલેકટર રેમ્યા મોહન તેમજ ધનસુખભાઈ ભંડેરી દંપતિ, નીતિનભાઈ ભારદ્વાજ, કમલેશભાઈ મિરાણી પરિવારજન સાથે, અંશ ભારદ્વાજ પરિવારજન સાથે, ઉદય કાનગડ, કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ પ્રદિપભાઈ ત્રિવેદી, પ્રદિપ ડવ, અશોકભાઈ ડાંગર, ભાનુબેન બાબરીયા, મનહરભાઈ બાબરીયા તેમના પુત્રી, મનિષભાઈ રાડીયા, જયમીન ઠાકર, પ્રદીપ ડવ, મહેશ રાજપુત સાથે નજરે પડે છે. અન્ય તસ્વીરોમાં મતદાન કરવા ઉમટી પડેલા લોકો નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(11:46 am IST)
  • કોરોના રસી મુકાવો નહીંતર કવોરન્ટાઇન લીવ ભૂલી જાવ : પંજાબ સરકારની ચેતવણી :રસી નહિ મુકાવનાર હેલ્થ વર્કર્સે પોતાની સારવારનો ખર્ચ જાતે ભોગવવો પડશે access_time 3:44 pm IST

  • રાજકોટના વોર્ડ ન, 11માં અસામાજિક તત્વોએ ઇવીએમમાં ક્ષતિ પહોંચાડી : મોટામવા આંબેડકર નગરમાં ભીમરાવ સ્કૂલમાં ઇવીએમના વાયર ખેંચીને અસામાજિક તત્વો ભાગ્યા : મતદાનમથકમાં આવીને ત્રણ ઈવીએમ મશીનના વાયર ખેંચ્યા : ડીસીપી ઝોન-2ના મનોહરસિંહ જાડેજા અને તાલુકા પોલીસનો કાફલો દોડી ગયા : હાલ ઈવીએમ મશીન ચાલુ access_time 5:42 pm IST

  • શંકા ગમે તેટલી મજબૂત કેમ ન હોય , પુરાવાનું સ્થાન ન લઇ શકે : સુપ્રિમકોર્ટની ટિપ્પણી :જસ્ટિસ ઇન્દિરા બેનર્જી અને જસ્ટિસ હેમન્ત ગુપ્તાની પીઠે ઓરિસ્સા હાઇકોર્ટના એક નિર્ણંયને યથાવત રાખતા કહ્યું કે કોઈપણ આરોપી વિરુદ્ધ પુરાવાની કડી એટલી મહત્વપૂર્ણ હોવી જોઈએ,જેથી તેના વિરુદ્ધ આરોપ સાબિત થઇ શકે access_time 9:26 am IST