Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

માંધાતાસિંહ અને મહારાણી કાદમ્બરીદેવીએ વિન્ટેજ કારમાં આવી શાહી મતદાન કર્યુ : આ દ્રશ્યો આકર્ષણનું કેન્દ્ર બન્યા

મતદાન કર્યા બાદ આ વિન્ટેજ કાર બંધ પડતા તેઓએ પરિવાર સાથે બીજી કારમાં ગયા

રાજકોટ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગઈકાલે રાજકોટ મનપાની ચૂંટણીમાં રાજકોટના રાજવી માંધાતાસિંહ અને મહારાણી કાદમ્બરીદેવી દિલ્હીની રેલીમાં પ્રથમ આવેલી ૭ સીટર સુપર ૮ સિલિન્ડર વિન્ટેજ કારમાં આવી શાહી મતદાન કર્યુ હતું. આ દ્રશ્યો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જો કે, મતદાન કર્યા બાદ આ વિન્ટેજ કાર બંધ પડતા તેઓએ પરિવાર સાથે બીજી કારમાં જવું પડ્યું હતું. માંધાતાસિંહે જણાવ્યું હતું કે, વડાપ્રધાને આપણા દેશને મોટી સિદ્ધિ અપાવી છે. તેમજ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાલ હોસ્પિટલના બિછાનેથી ગુજરાતની ચિંતા કરી રહ્યાં છે. આપણી ફરજ છે કે આજે આપણે અવશ્ય મતદાન કરીએ અને લોકશાહીના પર્વને ઉજવીએ.

(11:45 am IST)
  • ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલા યોગી સરકારે બજેટનો પટારો ખોલ્યો : ફાયનાન્સ મિનિસ્ટર સુરેશ ખન્નાએ અત્યાર સુધીનું સૌથી મોટું 5,50,270 કરોડ રૂપિયાનું પેપરલેસ બજેટ ધારાસભામાં રજૂ કર્યું : અયોધ્યા નગરી માટે 140 કરોડ ,વેક્સીન માટે 50 કરોડ ,ખેડૂતોને મફત પાણી આપવા માટે 700 કરોડ ,તથા મહિલા શક્તિ કેન્દ્રોની સ્થાપના માટે 32 કરોડ રૂપિયાની ફાળવણી સાથે 2021-22 ની સાલનું બજેટ પેશ કરાયું access_time 1:54 pm IST

  • શંકા ગમે તેટલી મજબૂત કેમ ન હોય , પુરાવાનું સ્થાન ન લઇ શકે : સુપ્રિમકોર્ટની ટિપ્પણી :જસ્ટિસ ઇન્દિરા બેનર્જી અને જસ્ટિસ હેમન્ત ગુપ્તાની પીઠે ઓરિસ્સા હાઇકોર્ટના એક નિર્ણંયને યથાવત રાખતા કહ્યું કે કોઈપણ આરોપી વિરુદ્ધ પુરાવાની કડી એટલી મહત્વપૂર્ણ હોવી જોઈએ,જેથી તેના વિરુદ્ધ આરોપ સાબિત થઇ શકે access_time 9:26 am IST

  • દેશમાં કોરોનાના ધીમીગતિએ વધતા કેસ :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 10,493 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,15,863 થઇ :એક્ટિવ કેસ 1,44,332 થયા: વધુ 13,230 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,10,883 થયા :વધુ 76 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56,498 થયા access_time 1:18 am IST