Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મનપાની ચૂંટણીમાં મતાધિકારનો કર્યો ઉપયોગ

કોરોના ટેસ્‍ટ રિપોર્ટ નેગેટિવ આવતા મુખ્‍યમંત્રી ગઈકાલે સાંજે ૫ કલાકે રાજકોટમાં કર્યુ મતદાનઃ સ્‍વસ્‍થ આરોગ્‍ય માટે શુભકામના પ્રાર્થના કરનાર શુભેચ્‍છકો- નાગરિકોનો આભાર મુખ્‍યમંત્રીએ માન્‍યો હતો

ગઈકાોલે મહાનગર પાલિકાની સામાન્‍ય ચૂંટણી અંતર્ગત યોજાયેલી મતદાન પ્રક્રિયામાં મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનામુકત થઈ રાજકોટમાં તેમના ધર્મપત્‍નિ શ્રીમતી અંજલીબેન રૂપાણી સાથે મતદાન કર્યું હતું. તે વખતની તસ્‍વીર નજરે પડે છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા.૨૨: મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો RTPCR કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા કોરોનામુક્‍ત થયેલા મુખ્‍યમંત્રીશ્રી ગઈકાલ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કરી સૌ નાગરિકોને મતદાન કરવા અને લોકશાહીનો ધર્મ બજાવવા અપીલ કરી હતી.

મુખ્‍યમંત્રીશ્રીએ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં  વોર્ડ નં ૧૦ના મતદાર તરીકે રાજકોટના રૈયા રોડ પર આવેલા અનિલ જ્ઞાન મંદિર સ્‍કૂલ ખાતેના મતદાન મથક ખાતે તેમના ધર્મ પત્‍ની શ્રીમતિ અંજલીબેન રૂપાણી સાથે મતદાન કર્યું હતું.

મતદાન અંગે પ્રતિક્રિયા આપતા મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે લોકશાહીમાં મતદાન એક પવિત્ર ફરજ છે. મતદાન કરી આપણે લોકશાહીને મજબૂત બનાવવી જોઈએ.

દરેક લોકોએ મતદાન કરવું જોઈએ તેમ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અનુરોધ કર્યો હતો.

ગુજરાતની શાંતિપ્રિય પ્રતિષ્‍ઠા અને પ્રણાલી મુજબ ગુજરાતના મહાનગરોમાં ખૂબ જ શાંતિપૂર્ણ રીતે મતદાન થયું છે તે અંગે આનંદની લાગણી પણ તેઓએ વ્‍યક્‍ત કરી હતી.

પોતાના સ્‍વસ્‍થ આરોગ્‍ય માટે ગુજરાતના નાગરિકો - શુભેચ્‍છકો ,સંતો મહંતો, સંસ્‍થાઓ અને સમગ્ર ગુજરાતવાસીઓએ કરેલી પ્રાર્થના અને શુભકામના  બદલ સૌનો આભાર માન્‍યો હતો. ગુજરાતની જનતાની શુભકામનાઓ અને પ્રાર્થનાઓથી ખૂબ ઝડપથી હું કોરોના મુક્‍ત થયો છું તેમ જણાાવ્‍યું હતુ.

   રાજ્‍ય સરકાર દ્વારા કોરોના વાયરસ સંક્રમિત લોકોની સારવાર માટે રાજ્‍યવ્‍યાપી ખૂબ જ શ્રેષ્‍ઠ સારવાર સરકારી હોસ્‍પિટલ ખાતે ઉપલબ્‍ધ હોવાનું પણ મુખ્‍યમંત્રીશ્રીએ જણાવી કહ્યું હતું કે,  પોતે પણ સરકારી હોસ્‍પિટલમાં જ સારવાર મેળવી કોરોના મુક્‍ત બન્‍યા છે. મુખ્‍યમંત્રીશ્રીએ કોરાનામાં ઝડપી સારુ સ્‍વાસ્‍થય પ્રાપ્‍ત કરવા  લોકોને  ઝડપી  નિદાન અને ત્‍વરીત સારવારથી કરાવવા  આ તકે અનુરોધ કર્યો હતો.

 

(11:44 am IST)
  • હવે ગરમીના દિવસો શરૃઃ રાજકોટ ૩૪ ડીગ્રી : રાજકોટઃ ઠંડીના દિવસો હવે પુરા થયા છેઃ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છેઃ ઘર, ઓફિસ, દુકાનોમાં પંખા, એ.સી.ચાલુ થવા લાગ્યા છેઃ દરમિયાન આજે બપોરે ૨:૩૦ વાગ્યે રાજકોટમાં મહતમ તાપમાન ૩૪ ડીગ્રી નોંધાયું છેઃ સાંજ સુધીમાં એકાદ ડીગ્રીનો વધારો થવા સંભવ છે access_time 4:32 pm IST

  • દેશની એક ઇંચ જમીન પર કોઇ કબજો કરી શકશે નહીં, અને એવું થશે તો તેને રોકવામાં આવશે: તમિલનાડુનાં સલેમમાં ભાજપના યુવા મોર્ચાનાં સંમેલનને સંબોધીત કરતા રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે પુર્વી લદ્દાખમાં પૈગોંગ ત્સો સરોવર નજીક સૈનિકોની પાછા હટવાની પ્રક્રિયા પુરી થઇ ચુકી છે, પરંતું કમનશીબે કોંગ્રેસ ભારતીય સેનાની વીરતા પર શંકા કરી રહી છે access_time 9:26 am IST

  • દેશમાં કોરોનાના ધીમીગતિએ વધતા કેસ :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 10,493 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,15,863 થઇ :એક્ટિવ કેસ 1,44,332 થયા: વધુ 13,230 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,10,883 થયા :વધુ 76 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56,498 થયા access_time 1:18 am IST