Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

બૌધ્ધ ધમ્મ સંઘ દ્વારા અધિકારીઓનું સન્માન

કોરોનાના કપરા સમયમાં પણ લોકો હિતમાં ફરજ બજાવનાર અધિકારીઓને કોરોના વોરીયર્સ તરીકે સન્માનિત કરવાનો એક કાર્યક્રમ અખિલ ભારતીય બૌધ્ધ ધમ્મ સંઘ દ્વારા હાથ ધરાયો હતો. જેમાં કલેકટરશ્રી રેમ્યા મોહન, જિલ્લા એસ.પી. ડો. બલરામ મીણા, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાણાવાસીયા, મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલ, પી.આઇ. સુખવિંદરસીંઘ ગડુ, મોરબી જિલ્લા એસ.પી. ડો. કરણરાજ વાઘેલા સહીતના અધિકારીઓનું સન્માન કરાયુ હતુ. બૌધ્ધ ધમ્મ સંઘના રાષ્ટ્રીય પ્રમુખ ગૌતમ ચક્રવર્તી, રાષ્ટ્રીય મહિલા પ્રમુખ શાન્તાબેન મકવાણા, હેતલબેન જાદવ, મોરબી જિલ્લા મહિલા પ્રમુખ, સુરેશભાઇ વાઘેલા, ટી. ડી. વણકર વગેરે આ સન્માન કાર્યક્રમમાં સાથે રહ્યા હતા.

(4:01 pm IST)