Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

ખાનગી શાળાઓના ફી માટે દબાણ : NSUIની સંચાલક મહામંડળને ઉગ્ર રજૂઆત... કમિટિ બનાવાશે

રાજકોટ : ખાનગી શાળાઓ દ્વારા ઓનલાઇન શિક્ષણના નામે ફી ઉધરાવતા હોય, ફી દબાણ સામે આજે એનએસયુઆઇએ આકરો મિજાજ દર્શાવતા શાળા સંચાલક મંડળના ભરત ગાજીપરા, જતીન ભરાડ, અજય પટેલ સહિતના દોડી આવીને એનએસયુઆઇ અને વાલીઓને સાંભળીને વ્યવહારૂ ઉકેલની ખાત્રી આપી હતી. નેસ્ટ સ્કુલ ખાતે એનએસયુઆઇના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. પ્રસ્તુત તસ્વીરમાં શાળા સંચાલક મહામંડળને આવેદન પાઠવતા સુરજભાઇ ડેર, મયુરભાઇ વાંક, એનએસયુઆઇ પ્રમુખ રોહિતસિંહ રાજપૂત, અભિ તલાટીયા, મીત પટેલ, અફઝલ જુણેજા, રવિ સિંધવ, મોહિત ડવ, હર્ષ આશર, માનવ સોલંકી, ધવલ શુકલ, સાગર બોરીચા, દર્શન આહિર, જીલ ડાભી નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:57 pm IST)