Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

જામનગર હાઇવેનાં સોંઢિયા પુલને 'થિગડા' મારવાનું શરૂ

ટેકનીકલી દ્રષ્ટીએ આ પુલની વયમર્યાદા પુર્ણ થઇ ગઇ છેઃ હવે નવા બ્રીજનું પ્લાનીંગ થઇ રહ્યઃ નવો બ્રીજ ઉંચો અને પહોળો બનાવવાનું આયોજનઃ હાલ તુરંત રીપેરીંગ કરી ગાડુ ગબડાવાશે

રાજકોટ તા.૩૦ :.. શહેરમાંથી  પસાર થતા જામનગર હાઇવેપારનાં સાંઢિયા પુલની દિવાલો જર્જરીત થતાં પુલ ભયગ્રસ્ત થયો હતો. આથી તંત્ર વાહકોએ આ પુલનું રીપેરીંગ શરૂ કર્યુ છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત માહિતી મુજબ થોડા દિવસો અગાઉ શહેરમાં આજી ડેમ ચોકડીએ નેશનલ હાઇવે ઓથોરીટીનાં પુલની દિવાલ તુટતાં બે યુવાનોનાં અપમૃત્યુની ગોઝારી દુર્ઘટના બની હતી. ત્યારબાદ મ્યુ. કોર્પોરેશને શહેરનાં તમામ બ્રીજનું ચેકીંગ હાથ ધરેલ.

જેમાં જામનગર હાઇવેનાં સાંઢિયા પુલ  અંગે રેલ્વે તંત્રએ મ્યુ. કોર્પોરેશનને એવો અભિપ્રાય આપ્યો હતો કે ટેકનીકલ દ્રષ્ટીએ આ પુલની વયમર્યાદા પુર્ણ થઇ ગઇ છે. આથી નવો બ્રીજ બનાવવો જરૂરી છે.

પરંતુ વર્તમાન કોરોના સંક્રમણ લોકડાઉનની સ્થીતીમાં રપ થી ૩૦ કરોડનાં ખર્ચે નવા બ્રીજનું કામ ચાલુ થઇ ન શકે કેમ કે પૈસા મટીરીયલ્સ અને મજૂર તમામની અછતની સ્થીતી છે. ઉપરાંત હાલમાં હોસ્પીટલ ચોક બ્રીજ, આમ્રપાલી બ્રીજનાં કામો ચાલુ છે.

આમ હાલ તુરંત સાંઢિયા પુલ બ્રીજથી જર્જરીત દિવાલો, રસ્તાની ફુટપાથ,રેલીંગ વગેરેનું મજબુસ્તકરણ કરવા. મ્યુ. કોર્પોરેશન અને રેલ્વે તંત્ર દ્વારા સંયુકત રીતે રીપેરીંગ ચાલુ કરી દીધું છે.

આ રીપેરીંગમાં બ્રીજમાં જયાંથી ટ્રેન પસાર થાય છે તે બુગદાની જર્જરીત દિવાલોનું મજબુતી કરણ તેમજ ઉપરનાં ભાગે પડુ પડુ હાલતમાં રહેલી દિવાલોનું મજબુતીકરણ વગેરે કામગીરી થઇરહી છે.

સુત્રોમાં જણાવ્યા મુજબ નજીકનાં ભવિષ્યમાં રાજય સરકાર કે કેન્દ્ર સરકારમાં આર્થિક સહકારથી જો 'સાંઢિયા પુલને તોડી પાડીને નવો બ્રીજ બનાવવાનો થાય તો તેની પ્રાથમિક બ્લ્યુ પ્રીન્ટ તૈયાર કરી દેવાઇ છે.'

જેમાં નવો બ્રીજ હયાત બ્રીજથી ઉંચો એટલે કે ડબલ ડેકર ટ્રેન પસાર થઇ શકે. તેટલી ઉંચાઇનો તેમજ હાઇવે રોડ ડબલ લાઇનનો હોઇ તેથી નવો બ્રીજ હયાત બ્રીજથી ડબલ પહોળો બનાવવાનું આયોજન છે.

(4:11 pm IST)
  • ગુજરાત હાઇકોર્ટના નામાંકિત ધારાશાસ્ત્રી સૂર્યપ્રકાશ રાજુ સુપ્રીમ કોર્ટમાં બન્યા એડિશનલ સોલિસિટર જનરલ :સુપ્રીમ કોર્ટમાં આટલી મોટી પોસ્ટ ઉપર પહોંચનારા ચોથા ગુજરાતી: અગાઉ કિરીટ રાવલ હરીન રાવલ અને તુષાર મહેતા પણ આ પોસ્ટ ઉપર પહોંચ્યા હતા access_time 11:28 pm IST

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે જનતાને કરશે સંબોધન: સાંજના 4 વાગ્યે વીડિયો સંદેશ મારફત પ્રજાને કરશે સંબોધન: અનલોક 2 અને કોરોનાની પરિસ્થિતિ અંગે આપી શકે છે માહિતી access_time 10:50 pm IST

  • કરાચી સ્ટોક શેરબજારમાં હુમલો કરનાર તમામ આતંકી ઠાર મરાયાઃ કરાચી ખાતે પાકિસ્તાન શેરબજારમાં તમામ ચાર ત્રાસવાદીઓને ફુંકી મારવામાં આવ્યા છેઃ ડોન અખબારના કહેવા પ્રમાણે બે નાગરીકો માર્યા ગયા છેઃ પોલીસ અને પાકિસ્તાન રેંજરે આતંકી હુમલા પછી તુરત દોડી આવીઃ તમામ ચારેયને ફુંકી માર્યા હતાઃ પોલીસ સર્જન ડો. કરાર અહેમદ અબ્બાસીના કહેવા પ્રમાણે હોસ્પિટલ ઉપર પાંચ મૃતદેહો અને પોલીસ ઓફીસર સહિત સાત ધવાયેલાઓને ડો. રૂથ સીવીલ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે access_time 12:46 pm IST