Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

રેસકોર્સ રીંગ રોડ, હેમુ ગઢવી હોલ પાછળના નાલા સહિતનાં વિસ્તારોમાં પાણી ફરી વળ્યા

રાજકોટ : આજે બપોરે ૧ાા ઇંચ જેટલો વરસાદ પડતાં શહેરમાં અનેક સ્થળોએ વરસાદી પાણી ફરી વળ્યા હતા. તસ્વીરોમાં રેસકોર્ષ રીંગ રોડ, હેમુ ગઢવી હોલ પાછળનાં નાલામાં વગેરે વિસ્તારોમાં  પાણી ભરાતાં વાહન ચાલકોને વાહનો ચલાવવામાં ભારે મુશ્કેલીઓ સર્જાયેલ તે નજરે પડે છે. કેટલાક સ્થળે વાહનોનાં વ્હીલ ડુબી જાય તેટલી માત્રામાં પાણી ભરાયા હતાં. છતાં રંગીલા રાજકોટવાસીઓએ મેઘરાજાનાં આ વ્હાલને હરખથી વધાવીને મનભરીને ભીંજાયા હતાં. (તસ્વીરો : અશોક બગથરીયા)

(4:04 pm IST)
  • અમદાવાદ વસ્ત્રાલ ARTOના AIMV નિલેશ કોઠારીનું રાજકોટ પાસે ત્રંબામાં અકસ્માતમાં કરૂણમોત નિલેશભાઈ કોઠારી તેમના પરિવારજનો સાથે રાજકોટથી ઢાંઢીયા પરત જતા જતા રસ્તામાં ત્રંબા કસ્તુરબા ધામ બસ સ્ટોપ પાસે બાળકો માટે બિસ્કિટ અને નાસ્તો લેવા પાનની દુકાને ઉભા હતા તે જ સમયે અચાનક ધસી આવેલ ટ્રકે નિલેશભાઈને તેમજ ત્રણ કાર અને બે વાહનોને અડેફેટે લીધા હતા;ગંભીર ઈજાગ્રસ્ત નિલેશભાઈને સારવાર માટે રાજકોટ લવાયા પરંતુ તબીબોએ મૃત જાહેર કર્યા access_time 12:44 am IST

  • નવા સીએજી તરીકે હસમુખ અઢીયાની નિમણુંક થાય તેવી શકયતા : મોદી સરકાર ટુંક સમયમાં પુર્વ નાણા સચિવ હસમુખ અઢીયાની નવા સીએજી તરીકે નિમણુંક કરે તેવી શકયતા તેઓ ૧૯૮૧ની બેંચના ગુજરાત કેડરના આઇએએસ ઓફિસર છે. access_time 4:15 pm IST

  • રાપરના ભીમાસર નજીક ગેસ ટેન્કર માંથી 56 લાખથી વધુનો ઇંગલિશ દારૂ ઝડપાયો: ટેન્કર ચાલક ફરાર: રાપર ના ભીમાસર નજીક વહેલી સવારે ગેસ ટેન્કર માથી 56,33,700 રૂપિયાનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો છે ટેન્કર ચાલક ફરાર થઈ ગયો હતો આ ઇંગ્લીશ દારૂ રાજેસ્થાન થી કચ્છ આવતો હોવાં નું અનુમાન થઈ રહ્યું છે CPI રાપર અને આડેસર પોલીસ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતુ access_time 4:05 pm IST