Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ગાયત્રીનગરમાં થયેલી કાર, રોકડ અને મોબાઇલની ચોરીનો ભેદ ઉકેલાયો : લલીત ઉર્ફે લક્કી પકડાયો

ભકિતનગર પોલીસ મથકના કોન્સ. ફીરોઝભાઇ અને સલીમભાઇની બાતમી પરથી કોળી શખ્સને શાપર થી દબોચ્યો

રાજકોટ,તા. ર૯ :  શહેરના કોઠારીયા રોડ પર આવેલા ગાયત્રીનગરમાં ચાર માસ પહેલા થયેલી કાર, રોકડ અને મોબાઇલની ચોરીનો ભકિતનગર પોલીસે ભેદ ઉકેલી કોળી શખ્સને શાપર-વેરાવળથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મિણા, એસીપી એચ.એલ. રાઠોડની સુચનાથી ભકિતનગર પોલીસ મથકના પી.આઇ. વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.બી. જેબલીયા, હેડ કોન્સ. ફિરોઝભાઇ શેખ, સલીમભાઇ મકરાણી, રણજીતસિંહ પઢારીયા, વિક્રમભાઇ ગમારા, વાલજીભાઇ જીડા, દેવાભાઇ ધરજીયા, ભાવેશભાઇ મકવાણા, મનીષભાઇ શીરોડીયા, દિવ્યરાજસિંહ ઝાલા, રવિરાજભાઇ પટગીર, મેહુલભાઇ ડાંગર, રાજેશભાઇ ગઢવી અને હિતેન્દ્રસિંહ ઝાલા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. સલીમભાઇ મકરાણી અને ફિરોઝભાઇ શેખને મળેલી બાતમીના આધારે શાપર-વેરાવળમાં વાછરા દાદાના મંદિર પાસેથી લલીત ઉર્ફે લકકી હેમંતભાઇ ધામેચા (ઉ.વ.ર૪) (કોળી) (રહે. શાપર-વેરાવળ વાછરા દાદાના મંદિર પાસે)ને પકડી લઇ ચોરાઉ હોન્ડા સીટી ડોલ્ફીન કાર બે મોબાઇલ સાથે પકડી લીધો હતો. પોલીસે તેની પુછપરછ કરતા લલીત ઉર્ફે લક્કીએ આ હોન્ડા સીટીકાર ચાર મહિના પહેલા કોઠારીયા રોડ ગાયત્રીનગર શેરી નં. ૩/૧૧માંથી ચોરી કરી હતી અને રોકડ અને બે માબાઇલ પણ ચોર્યાની કબુલાત આપતા પોલીસે તેની ધરપકડ કરી કાર, તથા બે મોબાઇલ ફોન મળી રૂ. ૬૪૦૦૦ ની મતા કબ્જે કરી તપાસ હાથ ધરી છે. તે અગાઉ તાલુકા પોલીસ મથકમાં પણ ચોરીના ગુનામાં પકડાઇ ચુકયો છે.

(2:53 pm IST)