Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

રેલનગર અવધ પાર્કમાં બકુલ જેઠવાના મકાનમાં જુગાર રમતા ૮ ઝડપાયા

મકાન માલીક બકુલ તથા મહેશ, ચંદ્રકાંત, પ્રશાંત, મયંક, સુનીલ, કીરીટ અને ચીરાગની ધરપકડ

રાજકોટ,તા.૨૯:શહેરના રેલનગર અવધપાર્કમાં વાલ્મીકી યુવાનના મકાનમાં પ્રનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા આઠ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી.કે. દીયોરાની સુચનાથી પ્રનગર પોલીસ મથકના પીઆઇ વી.એસ. વણઝારાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.ડી. પટેલ, દેવશીભાઇ, વિજયભાઇસિંહ, યુવરાજસિંહ, ધર્મરાજસિંહ, ધર્મેન્દ્રસિંહ તથા અશોકભાઇ હુંબલ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમીના આધારે રેલનગર અવધપાર્ક શેરી નં.૫માં રહેતા બકુલ ગીરધરભાઇ જેઠવા (ઉવ.૪૦)ના મકાનમાં દરોડો પાડી મકાનમાલીક બકુલ જેઠવા તથા અવધપાર્ક શેરી નં.૫ના મહેશ ભાણજીભાઇ બારૈયા (ઉવ.૩૨), ઠકકરબાપા હરીજનવાસ શેરી નં.૬ના ચંદ્રકાંન્ત મીઠાભાઇ ચૌહાણ (ઉવ.૩૮) અવધપાર્ક -૫ના પ્રશાંત મહેશભાઇ બારૈયા (ઉવ.૨૪), મયંક અરવિંદભાઇ વાઘેલા (ઉવ.૨૪), સુનીલ નાથાભાઇ ટીમાણીયા (ઉવ.૩૦) શેરી નં.૬ કીરીટ બાબુભાઇ કુબાવત (ઉવ.૬૦), ચીરાગ બકુલભાઇ જેઠવા (ઉવ.૧૯)ને પકડી લઇ રૂ.૭,૨૪૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

(2:51 pm IST)