Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

છોટુનગર ઝૂપડપટ્ટીના બકાલી ગંગારામ પર માર્કેટ યાર્ડમાં હુમલો

ગુવારના વજનના પૈસા બાબતે ડખ્ખો થયો

રાજકોટ તા. ૨૯: છોટુનગર ઝુપડપટ્ટીમાં રહેતાં અને બકાલાનો ધંધો કરતાં ગંગારામભાઇ કાંતિભાઇ કુંવરીયા (ઉ.૪૦) જુના માર્કેટ યાર્ડમાં બકાલુ લેવા ગયા ત્યારે ગુવારની ભારી લઇને જોખાવ્યા બાદ બે ભરવાડ જેવા શખ્સોએ ઝઘડો કરી ઢીકા-પાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી. ગુવાર જોખાવવાના પૈસા બાબતે આ ડખ્ખો થયાનું જણાવાયું હતું.

(12:56 pm IST)