Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

બજરંગ વાડી વિસ્તારમાં હુમલાથી કોર્પોરેશનનાં કર્મચારી બેભાનઃ હોસ્પિટલમાં સારવાર

સ્પડી બ્રેકર હટાવવા અંગે વોર્ડ નં.૨નાં વર્ક આસિટન્ટ અને લતાવાસીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા ફડાકા ઝીંકાયાની ચર્ચાઃ મ્યુ.કમિશ્નર સહિતનાં અધિકારીઓ દોડીગયાઃ પોલીસ ફરીયાદની તજવીજ

ભોગ બનનાર ચેતન ચિત્રોડા તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીરઃસંદિપ બગથરીયા)

રાજકોટ,તા.૨૯: શહેરનાં વોર્ડ નં. ૨ માં આવેલ બજરંગવાડી વિસ્તારમાં સિમેન્ટના સ્પીડ બ્રેકર હટાવવા અંગે રહેવાસીઓ દ્વારા મનપાના વર્ક આસિસ્ટન્ટ ચેતન ચિત્રોડા પર હુમલો કરવામાં આવતા તેઓને બેભાન હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા મ્યુ.કમિશનર સહિતના અધિકારીઓ હોસ્પિટલે પહોંચી વિગતો મેળવી હતી અને પોલીસ ફરીયાદની તજવીજની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ અંગે મ્યુ.કોર્પોરેશનનાં સતાવાર સુત્રોનાં જણાવ્યા પ્રમાણે  શહેરના વોર્ડ નં. ૨ માં આવેલ બજરંગવાડી શેરી નં. ૯ ખાતે ગેરકાયદેસર રીતે બનેલા સિમેન્ટ ના સ્પીડ બ્રેકર દુર કરી ડામરના મંજુર થયેલા સ્પીડ બ્રેકર બનાવવાના કામ અનુંસનાધાને રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૨ ના વર્ક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવાવતા  ચેતન એ. ચિત્રોડા સાથે સ્થાનિક લોકોએ ઘર્ષણ કરી તેમના પર હુમલો કરતા ચિત્રોડા બેભાન જેવી હાલતમાં પડી ગયા હતા. તેમને રૈયા રોડ પરની એક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.

 આ ઘટનાની જાણ થતા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, એડી. સિટી ઇન્જી. એમ. આર. કામલીયા, મનપાના ડીવાય.એસ.પી. આર.બી.ઝાલા, આરોગ્ય અધિકારી રીન્કલ વીરડીયા, નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડ, વોર્ડના ડે. એન્જી. મહેશ જોષી, તેમજ ગાંધીગ્રામ પોલીસ સ્ટાફ પહોંચી ગયા

(2:45 pm IST)