Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

કેન્દ્રની ભાજપ સરકારે ૨૦૧૪થી આજ સુધીમાં ડીઝલ એકસાઇઝ ડયુટીમાં ૮૨૦ ટકાનો અને ડીઝલમાં ૨૫૮ ટકાનો આઘાતજનક વધારો ઝીંકયો

કોંગ્રેસના રાજકોટમાં દેખાવો બાદ રાષ્ટ્રપતિને સંબોધી કલેકટરને વિસ્તૃત આવેદન અને સૂત્રોચ્ચાર : ભાજપ સરકારે ૬ વર્ષમાં પેટ્રોલ - ડીઝલના ભાવો - એકસાઇઝ ડ્યુટીમાં વધારો કરી ૧૮ લાખ કરોડની કમાણી કરી : પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા અને શહેર પ્રમુખ અશોકભાઇ ડાંગરની આગેવાની હેઠળ રજૂઆત

શહેર કોંગ્રેસના આગેવાનો પ્રદીપભાઇ ત્રિવેદી, ડો. હેમાંગ વસાવડા વિગેરેએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં કલેકટરને આવેદન પાઠવ્યું તે નજરે પડે છે.

રાજકોટ તા. ૨૯ : પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રી ગાયત્રીબા વાઘેલા, શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી અશોકભાઇ ડાંગર તથા અન્ય આગેવાનોએ રાષ્ટ્રપતિને સંબોધી કલેકટરને આવેદન પાઠવી ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં અસહ્ય ભાવવધારો કરી ચલાવાતી ઉઘાડી લૂંટ બંધ કરાવવા બાબત માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેર્યું હતું કે, લોકડાઉનના છેલ્લા ત્રણ મહિનામાં પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં તેમજ સેન્ટ્રલ એકસાઈઝ ડ્યૂટીમાં વારંવાર અને ગેરવ્યાજબી વધારાથી ભારતની પ્રજા અસહ્ય પીડા અને યાતના સહન કરી રહી છે. દેશ જયારે અભૂતપૂર્વ આરોગ્યલક્ષી અને આર્થિક મહામારીનો સામનો કરી રહ્યો છે ત્યારે, મોદી સરકાર, પેટ્રોલ અને ડિઝલના ભાવમાં તેમજ એકસાઈઝ ડ્યૂટીમાં વારંવાર વધારો કરીને પ્રજાની હાડમારીમાંથી નફાખોરી કરી રહી છે.ઙ્ગ

મોદી સરકાર દ્વારા ભારતની પ્રજા પાસેથી કરવામાં આવી રહેલી લૂંટ બહુ ઉઘાડી છે અને આ કેટલીક નિર્વિવાદ હકીકતો આપના ધ્યાન ઉપર લાવવા માંગીએ છીએ. જેમાં મે, ૨૦૧૪ જયારથી ભાજપ સત્ત્।ા પર આવેલ ત્યારથી, પેટ્રોલ ઉપર એકસાઈઝ ડ્યૂટી રૂ. ૯.૨૦ પ્રતિ લીટર અને ડિઝલ ઉપર રૂ. ૩.૪૬ પ્રતિ લીટર હતી. છેલ્લા છ વર્ષમાં ભાજપની કેન્દ્ર સરકારે પેટ્રોલ ઉપર રૂ.૨૩.૭૮ પ્રતિ લીટર અને ડિઝલ ઉપર રૂ.૨૮.૩૭ પ્રતિ લીટર એકસાઈઝ ડ્યૂટીનો વધારો કરેલ છે. ડીઝલમાં એકસાઈઝ ડ્યૂટીમાં ૮૨૦%નો અને પેટ્રોલમાં એકસાઈઝ ડ્યૂટીમાં ૨૫૮%નો આ આઘાતજનક વધારો કરવામાં આવ્યો છે. માત્ર પેટ્રોલ અને ડિઝલના ભાવો અને એકસાઈઝ ડ્યૂટીમાં વધારા દ્વારા જ મોદી સરકારે છેલ્લા છ વર્ષમાં રૂ. ૧૮,૦૦,૦૦૦ કરોડની કમાણી કરી છે.ઙ્ગ

 આવેદનમાં વધુમાં ઉમેર્યું હતું કે, ૫મી માર્ચ, ૨૦૨૦ ના રોજ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પ્રતિ લીટર રૂ. ૩ નો વધારો કરવામાં આવ્યો હતો. ૫મી મે, ૨૦૨૦ના રોજ મોદી સરકારે ડિઝલ ઉપર એકસાઈઝ ડ્યૂટીમાં પ્રતિ લીટર રૂ. ૧૩ અને પેટ્રોલ ઉપર પ્રતિ લીટર રૂ. ૧૦ નો વધારો કર્યો. ૭મી જૂન, ૨૦૨૦ થી ૨૬મી જૂન, ૨૦૨૦ સુધીમાં, આ નિર્દયી મોદી સરકારે સતત ૨૦ દિવસ સુધી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો કર્યો છે. આ ડિઝલના ભાવમાં પ્રતિ લીટર રૂ. ૧૦.૮૦ નો અને પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર રૂ. ૮.૮૭ નો વધારો થયો છે.ઙ્ગ

તેથી માત્ર છેલ્લા સાડાત્રણ મહિનામાં જ, ભાજપ સરકારે ડિઝલના ભાવ અને તેના પર એકસાઈઝ ડ્યૂટીમાં પ્રતિ લીટર રૂ. ૨૦.૪૮ નો અને પેટ્રોલમાં પ્રતિ લીટર રૂ. ૨૧.૫૦ નો વધારો કર્યો છે. સરકાર દ્વારા પ્રજાનું આનાથી વધારે ખરાબ શોષણ શું હોઈ શકે ?ઙ્ગભારતની પ્રજાની છેતરપીંડી અને તેની પરસેવાની કમાણીમાંથી લોહી ચૂસવાની વૃત્ત્િ।નો સૌથી મોટો પૂરાવો એ હકીકત છે કે, છેલ્લા કેટલાય મહિનાથી ક્રુડ ઓઈલના ભાવો ઘટી રહ્યાં છે.ઙ્ગ

૨૪મી જૂન, ૨૦૨૦ ના રોજ ક્રુડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ ૪૩.૪૧ અમેરીકી ડોલર અથવા રૂ. ૩૨૮૮.૭૧ હતો. એક બેરલ ૧૫૯ લીટરનું થાય. તેથી પ્રતિ લીટર ક્રુડ ઓઈલનો ભાવ ૨૪મી જૂન, ૨૦૨૦ ના રોજ પ્રતિ લીટર રૂ. ૨૦.૬૮ થાય. તેની સામે, પેટ્રોલ-ડિઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૮૦ ની નજીક છે. જે બાબત મોદી સરકારની બેફામ નફાખોરી અને પ્રજાને લૂંટવાની વૃત્તિ પૂરવાર કરે છે.ઙ્ગ

કૃપા કરીને એ બાબત પણ ધ્યાનમાં લેશો કે જયારે કોંગ્રેસ-યુપીએ સરકાર સત્તા ઉપર હતી ત્યારે ક્રુડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ ૧૦૮ અમેરીકી ડોલર હતો. જે ૨૪મી જૂન, ૨૦૨૦ ના રોજ ઘટીને પ્રતિ બેરલ ૪૩.૪૧ અમેરીકી ડોલર થઈ ગયો છે એટલે કે, તેના ભાવમાં ૬૦% જેટલો ઘટાડો થયો છે. આમ છતાં, ભાજપ સરકારે પેટ્રોલ-ડિઝલના ભાવમાં તોતીંગ વધારો કર્યો છે.ઙ્ગ

આથી, અમે, આપને ૫મી માર્ચ, ૨૦૨૦ પછીના પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા અને તેના ઉપર એકસાઈઝ ડ્યૂટીના વધારા પાછા ખેંચવા અને આ લાભો, આ કપરાં સમયમાં ભારતના પ્રજાજનોને આપવા વિનંતી કરીએ છીએ.ઙ્ગ

આવેદનપત્ર દેવામાં સર્વશ્રી ગાયત્રીબા વાઘેલા, અશોકભાઇ ડાંગર,  વશરામભાઈ સાગઠીયા, ગાયત્રીબા વાઘેલા, મહેશભાઈ રાજપૂત, ડો. હેમાંગભાઈ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી, દિનેશભાઈ ચોવટિયા, પ્રદીપભાઈ ત્રિવેદી વિગેરે જોડાયા હતા.(૨૧.૧૩)

(3:49 pm IST)