Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

કોરોનાના શંકાસ્પદ દર્દી મોરબીના ૨૨ વર્ષના યુવાનનું રાજકોટ ખાનગી હોસ્પિટલમાં મોત

રિપોર્ટ કાલે આવશેઃ રાજકોટમાં ફાયર બ્રિગેડની ટીમે અંતિમવિધી કરી

રાજકોટ તા. ૨૯: કોરોનાની મહામારીમાં અનેકના જીવ ગયા છે. મોરબીના એક યુવાનનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મોત નિપજતાં તેની ફાયર બ્રિગેડની ટીમે રાજકોટ ખાતે જ અંતિમવિધી કરી છે. કોરોનાની શંકા સાથે આ યુવાનને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. તેનો રિપોર્ટ કાલે આવશે.

જાણવા મળ્યા મુજબ મોરબી ખત્રીવાડમાં રહેતાં પરેશ જોગેન્દ્રભાઇ ડેડા (ઉ.૨૨) નામના યુવાનને રાજકોટ સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. કોરોનાની શંકાને આધારે તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ ગત રાતે તેનું મોત નિપજ્યું હતું. સિનર્જી હોસ્પિટલ મારફત જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે ત્યાં પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી રામનાથપરા સ્મશાન ખાતે અંતિમવિધી માટે પહોંચાડી હતી. આ યુવાનને કોરોના લાગુ પડ્યાની શંકાએ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવતી કાલે આવશે.

(11:39 am IST)