Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

ખોખડદળ પુલ પાસે ડખ્ખો કરે તે પહેલા ૪ શખ્સો તલવાર સાથે પોલીસની ઝપટે ચડયા

આજી ડેમ પોલીસે મેહુલ ચૌહાણ, મેહુલ ગોસાઇ, ધવલ મેંદપરા, અને દીપેન ચાવડીયાની ધરપકડ કરી

રાજકોટ તા. ર૩ :.. બહેનની માથાકુટમાં તલવાર લઇને ડખ્ખો કરવા માટે નિકળેલા ચાર શખ્સોને આજી ડેમ પોલીસે ખોખડદળ નદીના પુલ પાસેથી ઝડપી લીધા હતાં.

મળતી વિગત મુજબ આજી ડેમ પોલીસ મથકના હેડ કોન્સ. એમ. ડી., પરમાર, કનકસિંહ અને શૈલેષભાઇ સહિત લોકડાઉન અંતર્ગત ચેકીંગમાં હતા ત્યારે ખોખડદળ નદીના પુલ પાસેથી પસાર થતા જીજે-૩-કેકયુ-પ૬૭૭ નંબરના એકટીવામાં પસાર થતા મેહુલ નરેન્દ્રભાઇ ચૌહાણ (ઉ.ર૩) (રહે. કાલાવડ રોડ ક્રિષ્ટલ મોલ પાસે જયોતીનગર), મેહુલ નટવરગીરી ગોસાઇ (ઉ.ર૬) (રહે. ઇન્દીરાનગર મેઇન રોડ સહકાર રોડ), ને અને તેની સાથે બીજા સ્પ્લેન્ડર મોટર સાયકલ પર નીકળેલા ધવલ ચનાભાઇ મેંદપરા (ઉ.૧૯) (રહે. પુરૂષાર્થ સોસાયટી શેરી નં. ૬-૭) અને દિપેન પ્રફુલભાઇ ચાવડીયા (ઉ.વ.ર૦) (રહે. સહકાર મેઇન રોડ શેરી નં. ૬) ને રોકી તલાસી લેતા બંને બાઇક ચાલકો પાસેથી બે તલવાર મળી આવતા ચારેયની ધરપકડ કરી હતી. આ બનાવમાં આરોપીની બહેનના ફોન કરવા બાબતે ચારેય શખ્સો ડખ્ખો કરવા નીકળ્યા હતાં. ડખ્ખો કરે તે પહેલા પોલીસે ચારેયને ઝડપી લીધા હતાં.

(3:32 pm IST)
  • નરેન્દ્રભાઇનું સ્વાગત કરતા મમતા બેનર્જી : અંફાન વાવાઝોડાથી અસરગ્રસ્ત પશ્ચિમ બંગાળના હવાઇ નિરિક્ષણ માટે કોલકતા પહોંચેલ વડાપ્રધાન નરેન્દ્રભાઇનું મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એરપોર્ટ ખાતે સ્વાગત કર્યું હતુ. access_time 11:53 am IST

  • રાજકોટમાં લેવાયેલ 40 સેમ્પલ પૈકી 39 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ ; એક રિપોર્ટ પેન્ડિંગ access_time 10:07 pm IST

  • અર્ધ સુરક્ષા દળોની કેન્ટીનમાં સ્વદેશી સામાન વેચવાનો આદેશ સરકારે પાછો ખેંચ્યો! : ૧૫ મી મેએ કરવામાં આવેલો આદેશ હાલ તુર્ત મુલત્વી રાખ્યોઃ ઓર્ડર મુજબ માલની ડીલીવરી થઇ હોય તે સિવાયના ઓર્ડરો રદ કરવા સુચનાઃ પ૦ લાખ પરીવારો આ કેન્ટીનોમાંથી ખરીદી કરે છે access_time 3:41 pm IST