Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

રાજકોટના ડો. ભાગ્યશ્રી શેઠની ગેમને પ્લેસ્ટોરમાં સ્થાન

રાજકોટઃ મોદી સરકારના સૌથી સફળ અભિયાન સ્વચ્છ ભારત અભિયાનના અત્યંત લોકપ્રિય નીવડેલ સૂત્ર ''એક કદમ સ્વચ્છતા કી ઓર''ના આપનાર રાજકોટના ડો. ભાગ્યશ્રી શેઠ હાલના લોકડાઉનનો સદ્દપયોગ કરી દુનિયાભરમાં વખણાતી ગેલેકસી રેન્જની રમતોમાં અન્ય એક ગેમ નામે ''ગેલેકસી સ્ટાર શૂટર'' બનાવતા સારો પ્રતિસાદ આપી 'િંંંશ્રિંફૂ' એ તેના પ્લેસ્ટોરમાં આ ગેમ મુકેલ છે. ફ્રી ડાઉનલોડ કરી શકાય છે. ડો. ભાગ્યશ્રી શેઠની આ રમત બાળકોથી લઇ વૃદ્ધો સુધીના દરેક ઉંમરના લોકોમાં અત્યંત લોકપ્રિય થઇ રહી છે. ડોકટર ભાગ્યશ્રીની કંપની 'સ્પ્લેન્ડીંડ ક્રાફટ' આ અગાઉ પણ અન્ય ર ગેમ્સ નામે ક્રેજી મેજ પણ ડેવલપ કરેલ છે.

(3:28 pm IST)
  • સુરેન્દ્રનગરમાં કોરોના એ એન્ટ્રી કરી છે અને એક કેસ નોંધાયો છે કેસ નો કુલ આંક થયો 16 થયો છે: દાળમિલ રોડ ઉપર ની મહિલાને કોરોના૫૬ વર્ષીય મહિલા ને કોરોના નો પોઝીટીવ રીપોર્ટ મુંબઈની ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવે છે આ મહિલા access_time 9:00 am IST

  • કોરોના સંકટ વચ્ચે ખાનગી હોસ્પિટલો દ્વારા લેવાતા બમણા ચાર્જનો મામલો : આજે રાજ્ય સરકાર હાઇકોર્ટમાં જવાબ રજૂ કરશે : ખાનગી હોસ્પિટલ માટે નક્કી કરેલ ફીની યાદી રજૂ કરશે : ખાનગી હોસ્પિટલો દ્વારા લેવાતી બેફામ ફી પર હાઇકોર્ટે લગાવી છે રોક access_time 9:33 am IST

  • ટ્રમ્પની ઐતિહાસીક હાર થશે...: વોશિગ્ટનઃ ઓકસફર્ડ યુનિ.ના અર્થશાસ્ત્રીઓએ એક નવા ઇલેકશન મોડલ દ્વારા ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું છે કે કોરોના વાયરસનું સંકટ, ખરાબ અર્થવ્યવસ્થા, વધતી બેરોજગારીના પગલે નવેમ્બરમાં અમેરીકાના પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ ભૂંડી રીતે હારી જશે. તેમને માત્ર ૩૫ ટકા પોપ્યુલર મતો મળશે. કોરોના પૂર્વે ટ્રમ્પને ૫૫ ટકા મતો મળવાની ભવિષ્યવાણી થઇ હતી. ૧૯૪૮થી આ મોડલના આધારે સચોટ ભવિષ્યવાણી થઇ રહી છે. access_time 11:27 am IST