Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

રાજકોટમાં કોરોનાના વધુ 2 પોઝિટિવ કેસ : આટકોટના પુરુષ અને જસદણની મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

સવારે ધોરાજીમાં પોઝિટિવ કેસ બાદ રાત્રે રાજકોટ જિલ્લામાં વધુ બે કેસ : જિલ્લામાં કોરોના પોઝિટિવ આંક 88 પહોંચ્યો

રાજકોટ :રાજકોટ રાજકોટમાં કોરોનાના વધુ બે કેસ પોઝિટિવ નોંધાયા છે રાજકોટ જિલ્લાના જસદણમાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં આટકોટના એક પુરુષ અને જસદણની એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે આટકોટના 44 વર્ષીય પુરુષ અને જસદણની 50 વર્ષીય મહિલાનો રિપોર્ટ  પોઝિટિવ આવ્યો છે રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 3 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે

સવારે ધોરાજી બાદ અત્યારે જસદણના 2 રિપોર્ટ આવ્યા પોઝિટિવ છે આમ  રાજકોટ શહેરમાં 76 અને ગ્રામ્યના 12 મળી કોરોના પોઝિટિવ આંક 88 પહોંચ્યોછે 

(10:28 pm IST)