Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

એસ.ટી. બસ સ્ટેશનમાં કેન્ટીન શરૂ કરાઇ

ટેબલ ઉપર એક જ મુસાફર બેસી શકશે : સોશ્યલ ડીસ્ટન્સના ખાસ આદેશો... : પણ ફરસાણા નહીં વેચવાનું : વેફર્સ-બીસ્કીટ-નમકીન-પાણીની બોટલોની છૂટ

રાજકોટ, તા. રર :  રાજકોટ એસ.ટી. બસ સ્ટેશનમાં આજથી કેન્ટીન પણ શરૂ કરી દેવાઇ છે, વડી કચેરીના આદેશો બાદ કેન્ટીન સવારે ૮ થી બપોરે ૪ સુધી ખુલ્લી રહેશે, રાજકોટ કોર્પોરેશન દ્વારા જે નિયમો આપ્યા છે તે સમય મુજબ કેન્ટીન ચાલુ રહેશે. અધિકારી સૂત્રોએ ઉમેયુ હતું કે જો, કે કેન્ટીનમાં ફરસાણ-ગરમા ગરમ ભજીયા વેચવાની છુટ નથી, પરંતુ પેકપડીકા એટલે કે શીંગ-રેવડી-તમામ પ્રકારની વેફર્સ અન્ય પેક નમકીન-પાણીની બોટલો વેચવાની છુટ અપાઇ છે. આવનાર મુસાફરને પણ ફરજીયાત માસ્ક ઉપરાંત એક ટેબલ ઉપર એક જ વ્યકિત બેસી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે.

(3:48 pm IST)