Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

કોરોનાનાં રાહત થતાં રાજકોટથી રેપીડ એકશન ફોર્સની ટીમો ગાંધીનગર પરત ફરી

૧૬૪ કોરન્ટાઇનમાં: ૧૮ પોઝીટીવ સારવાર હેઠળ છે

રાજકોટ,તા.૨૨: શહેરમાં હવે કોરોનાના પોઝીટીવ કેસમાં રાહત જોવા મળી રહી છે. હોટ-સ્પોટ જંગલેશ્વર સિવાય અન્ય નહીવત કેસ છે. અને લોકડાઉન-૪માં છુટછાટથી જનજીવન ધબકતુ થયું છે. ત્યારે રાજ્ય સરકારે રાજકોટમાં મુકેલી રેપીડ એકશન ફોર્સની ટુકડીને ગાંધીનગર પરત બોલાવી લીધી છે.

રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોના પોઝીટીવ કેસ નથી. અગાઉ પણ જે મળ્યા હતો તે હોટ-સ્પોટ જંગલેશ્વરનાં હતા. આથી રાજ્ય સરકારે રાજકોટમાં વેપાર-ધંધાને છુટ આપી છે. જન-જીવન સામાન્ય થઇ રહ્યું છે.

હાલમાં હોસ્પિટલમાં માત્ર ૧૮ વ્યકિતઓ સારવારમાં છે. જ્યારે ૧૬૪ વ્યકિતઓ સરકારી અને પ્રાઇવેટ હોટલમાં કોરન્ટાઇન હેઠળ છે. આમ રાજકોટની સ્થિતી સારી હોઇ રાજ્ય સરકારે રાજકોટમાં ખાસ ૧૨ અધિકારીઓની રેપીડ એકશન ફોર્સની ટીમ જે છેલ્લા બે મહીનાથી રાજકોટમાં હતેી તેને પરત ગાંધીનગર બોલાવી લીધી છે.

(3:45 pm IST)