Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

રાજકોટ એસટીમાં ટ્રાફીક વધ્યોઃ ગઇકાલે ૯૦ હજારે આવક પહોંચીઃ આજે આંકડો ૧ાા લાખે પહોંચશે

હાલ અમદાવાદ કે લાંબા અંતરની બસો અંગે વડી કચેરીથી કોઇ છુટ નથી : પાર્સલ સેવા હમણા ચાલુ નહી થાયઃ બસો વધે બાદમાં શરૂ કરાશે

રાજકોટ, તા., ૨૨: બુધવારથી એસટી બસો ચાલુ થઇ, આજે ત્રીજા દિવસે ટ્રાફીક વધ્યાનું રાજકોટ એસટી ડીવીઝનલના ડીવીઝનલ નિયામકશ્રી યોગેશ પટેલે અકિલાને જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યુ હતું કે રાજકોટથી સંભવતઃ તમામ જીલ્લા ૧ થી ૩ ટ્રીપ માટે આવરી લેવાયા છે. સવારથી ટ્રાફીક વધ્યો છે. જો કે બપોરે ધોમધખતા તાપમાં મુસાફરો ઓછા આવે છે.

ગઇકાલે ૯૦ હજારે આવક પહોંચી હતી. આજે ૯ર ટ્રીપો કરાઇ હોય આવક સવાથી દોઢ લાખે પહોંચે તેવી શકયતા છે.

પાર્સલ સેવા અંગે તેમણે જણાવેલ કે કેન્ટીન ચાલુ કરાઇ છે. પરંતુ પાર્સલ સેવાને હજુ વાર લાગશે. બસો વધે બાદ પાર્સલ સેવા શરૂ કરાશે.

અમદાવાદ સહીતના લાંબા અંતરની બસો અંગે તેમણે જણાવેલ કે ૩૧ સુધી તો અમદાવાદની બસો નહી દોડે પરંતુ અન્ય લાંબા રૂટની બસો અંગે હાલ વડી કચેરીની કોઇ છુટ નથી. ત્યાંથી સુચના મળ્યે બસો સ્ટાર્ટ કરાશે.

(3:44 pm IST)