Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

રાજકોટના રોજર મોટરનું સૂરક્ષાલક્ષી કદમઃ કોઇ જાહેરમાં ન થું કે તે માટે બનાવ્યા સ્પીટીંગ ટોબેકો ડીસ્પોઝીંગ ગ્લાસ

ગ્લાસમાં થુંકવાથી થુંક અંદર જ જામી જાયઃ દૂર્ગંધ પણ ફેલાતી નથીઃ જાહેર સ્થળો પર ઉપયોગમાં લઇ શકાશે

રાજકોટ તા.રર : હાલની પરિસ્થિતી જોતા સૌના ચહેરા પર કોરોના સંક્રમણની ચિંતા છવાયેલી રહે છે. ખાસ કરીને તમાકુના વ્યસનીઓની મુંજવણ વધી ગઇ છે ત્યારે રાજકોટના રોજર મોટર્સ દ્વારા સૂરક્ષાલક્ષી એક ઠોસ કદમ ઉઠાવવામાં આવ્યું છે, રોજર મોટર્સ દ્વારા ખાસ પ્રકારના સ્પીટીંગ ટોબેકો ડીસ્પોઝીંગ ગ્લાસ  બનાવવામાં આવ્યા છે.

ખાસ કરીને તમાકુ પાન-ફાકી  જેવું વ્યસન રાખનારાઓને જયાં ત્યાં થુંકવાની આદત હોય છે. પરંતુ હાલની સ્થિતિમાંં જયાં ત્યાં થુંકવું ખુબ જોખમી છે. ત્યારે લોકો જાહેર રસ્તા પર કે જયાં ત્યાં ન થુંકે તે માટે રોજર મોટરે ખાસ પ્રકારનોં ટોબેકો ગ્લાસ તૈયાર કરાવ્યા છે.

આ ગ્લાસની ખાસીયત એવી છે કે તેમાં અંદર થુંકવાથી થુંક અંદર જ જમી થાય છે. વળી તેમાં કોઇ દૂર્ગંધ પણ આવતી નથી. ટૂંકમાં વ્યસનીઓને થુંકવા માટેની વ્યવસ્થા મળી રહે છે. અને જાહેર સ્થળ ગંદુ થતા બચી જાયછે. આમ બન્ને તરફની સગવડ આ ગ્લાસથી સચવાઇ રહે છે.

'સ્ટોપ કોવીડ-૧૯' સૂત્રને ધ્યાને લઇ રોજર મોટર્સ દ્વારા તૈયાર કરાયેલ આ ગ્લાસ આગામી દિવસોમાંં જાહેર સ્થળોએ ઉપયોગમાં લેવા મહાનગરપાલીકા અને અન્ય વહીવટી તંત્રને વેચાણ માટે આપવા વિચારણા ચાલી રહી છે.

'રોજર ટોબેકે સ્પીટીંગ ગ્લાસ' યુનિક ટેકનીક દ્વારા થુંકને અને પાનની પીચકારીને ગ્લાસની અંદરજ જમાવી દે છે. જેથી બહાર ગંદકી ફેલાતી નથી.

રસ્તા ઉપર થુંકશો નહીં ! દેશને સ્વચ્છ અને સૂરક્ષિત હાઇજેનીક રાખો, સંક્રમણ અને અકસ્માતથી સૂરક્ષીત રાખો તેવા સૂચનો સાથે સચિત્ર એક પત્રિકા પણ રોજર મોટર્સ દ્વારા વિતરણ કરવામાં આવી રહી છે. જેમાં તમામ સલાહ સુચનો છે.

વધુ માહિતી માટે રોજર કાર ટેક્ષરીઝનો મો.૧૮૦૦૧ ૦ર૭૪૧૪ ઉપર સંપર્કકરી શકાય છે.

(3:16 pm IST)