Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

ન્યારીમાં વધુ નર્મદા નીર ઠાલવોઃ મ.ન.પા.ની માંગ

હાલનું પાણી જુન સુધી જ ચાલે તેમ છેઃ જો ૧૮પ એમ.સી.એફ.ટી. નર્મદાનીર મળે તોજ વિતરણની ગાડી ચાલશેઃ સરકારમાં રજુઆત

રાજકોટ તા. રર : શહેરના ન્યારી-(૧) ડેમમાં વધુ નર્મદાનીર ઠાલવવા મ.ન.પા.ના તંત્ર વાહકોએ રાજય સરકારને રજુઆત કરી છે.

તંત્ર વાહકોએ સરકારમાં કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે રાજકોટ ન્યારી(૧) જળાશય કે જેમાંથી મ્યુ. રાજકોટના ૪ મોટા વોર્ડ ઉપરાંત મધ્ય રાજકોટનો ૧ મોટો વોર્ડ વગેરેમાં દરરોજ ર૦ મીનીટ પાણી વિતરણ થાય છે.

આ ન્યારી-૧ માં ર મહીના અગાઉ નર્મદાનીર ઠાલવવામાં આવ્યું હતું અને તેમાંથી દરરો જ એમ.સીએફ.ટી. પાણી વિતરણ થઇ રહ્યું છે.હાલમાં આ ડેમમાં ૧૪.૭૬ ફુટ પાણી છે.

આ હીસાબે જો ડેડવોટર પણ ઉપાડવામાં આવે તો જુન મહીના સુધીજ ન્યારી ડેમમાંથી દરરોજ ર૦ મીનીટ પાણી આપી શકાય ત્યાર બાદ શહેરના પ થી ૭ વોર્ડમાં જળકટોકટી સર્જાવાની ભીતી છે.

ન્યારી(૧) ડેમમાં વહેલી તકે ૧૮પ એમ.સી.એફ.ટી. જેટલો નર્મદાનીરનો જથ્થો ઠાલવવામાં આવે તેવી માંગ મ.ન.પાના તંત્રવાહકોએ ઉઠાવી છે.

આમ જો સરકાર વહેલી તકે ન્યારી(૧) માં નર્મદાનીર નહી ઠાલવે તો આગામી એક મહીના બાદ જળકટોકટીના એંધાણ વર્તાઇ રહ્યા છે.

(3:12 pm IST)