Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

શેરડીના રસના ચીચોડા ચાલુઃ ખેડૂતોના હિતના નિર્ણયને આવકારતા ગોવિંદ પટેલ

રાજકોટ,તા.૨૨: શેરડીના રસના ચીચોડા ચાલુ કરવા ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે મુખ્યમંત્રીશ્રી પાસે કરેલ માંગ કરી હતી.

સૌરાષ્ટ્રના ખેડૂતોને રસ માટેની શેરડીનો વ્યવસાય કરે છે. તેની વ્યથાને ધ્યાનમાં લઈને શેરડીના રસના ચીચોડા ચાલુ કરવાનો નિર્ણય જાહેર થતા કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુ તથા મુખ્યમંત્રીશ્રીને ગોવિંદભાઈએ આભાર વ્યકત કરેલ છે.

શ્રી પટેલ નિવેદનમાં વધુમાં જણાવેલ છે કે ખેડૂતોને ધિરાણ ભરવા માટે ૩૧ મે પહેલા ભરવાની મુદત કેન્દ્ર તેમજ રાજય સરકારે આપેલ પરંતુ હજુ કોરોનાનો મહાકાળનો સમય ચાલી રહ્યો છે. ખેડૂતોના ઘરમાં ખેત પેદાશનો તૈયાર માલ પડેલ છે. જે સોશિયલ ડિસટન્સના કારણે ખેડૂતો પોતાનો માલ વેચી શકેલ નથી. જેથી ધિરાણની લીધેલ લોન ૩૧મે પહેલા ભરી શકાય તેમ નથી. જેથી સરકાર નિર્ણય કરે કે કાંતો લોનનું નવીનીકરણ કરવામાં આવે અથવા લોન ભરવાનો સમય વધારવામાં આવે જેનો મુખ્યમંત્રીએ સકારાત્મક નિર્ણય કરવાની હૈયા ધારણ આપેલ છે.

તેમના કહેવા મુજબ એક થી બે માસનો પીરિયડ લંબાવવામાં આવશે તે રીતેની દરખાસ્ત કેન્દ્ર સરકારમાં શ્રી રૂપાલાજીએ કરેલ છે જેનો નિર્ણય આવતા  ખેડૂતોને રાહત થશે. કોઈ લોનની રકમ ભરવામાં ઉતાવળ ન કરે તેમ નિવેદનના અંતે ગોવિંદભાઈ પટેલે જણાવેલ છે.

(2:54 pm IST)