Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

મુંબઇથી રાજકોટ આવેલા વૃદ્ધે તંત્રને જાણ ન કરતા ગુનો નોંધાયો : સાંજે ૭ પછી નીકળનારા ૩૯ની ધરપકડ

કારણ વગર બાઇક પર ડબલ સવારી નીકળેલા આઠ પોલીસની ઝપટે ચડયા

રાજકોટ, તા. રર : કોરોના મહામારી અંતર્ગત લોકડાઉનનો કડક પાલન કરાવતી પોલીસે બાર કલાકમાં કરીયાણાની તથા પાન-ફાંકીની દુકાન ખુલ્લી રાખનારા વેપારી, બાઇક પર ડબલ સવારી લટાર મારવા નીકળનારા શખ્સો સહિત પોલીસે ૩૪ ગુના નોંધી ૩૯ શખ્સોની ધરપકડ કરી છે અને મુંબઇથી રાજકોટ પહોંચ્યા બાદ જાણ ન કરનાર ભરવાડ વૃદ્ધ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

એ-ડીવીઝન પોલીસે લાખાજીરાજ રોડ પરથી મુનીર સલેમાનભાઇ લાડકા, બી-ડીવીઝન પોલીસે પેકડ રોડ પરથી સુરેશ કાનજીભાઇ પંચાસરા, બાલક હનુમાન ચોક પાસેથી નાના તુકારામ કારનડે તથા થોરાળા પોલીસે જાવીદ સતારભાઇ કામદાર, કાંતી મોહનભાઇ ગજેરા, ચંદ્રેશ રવજીભાઇ સોલંકી, શનિ કાળુભાઇ કુકણીયા તથા ભકિતનગર પોલીસે મુંબઇથી રાજકોટ આવી તંત્રને જાણ ન કરનાર મારૂતીનગર શેરી નં.૩/ના દેવા મૈયાભાઇ ભરવાડ (ઉ.વ.૮૦)ની ધરપકડ કરી હતી તથા કુવાડવા રોડ પોલીસે નવાગામ આણંદપર મામાવાડી પાસેથી લાલજી જગદીશભાઇ ડાભી, કેતન નારણભાઇ મકવાણા, સલમાન અનવરભાઇ કાજી, ભાવેશ જગદીશભાઇ ડાભી, રાજુ કરણાભાઇ માટીયા, સંજય સોમાભાઇ વણપરા, ચંદ્રેશ સુખાભાઇ અદગામા, તથા આજીડેમ પોલીસે પોલીસ સ્ટેશન સામેથી સાંજે બુલટ પર ડબલ સવારી નીકળેલા સંજય વિભાભાઇ બોરીચા, જયદીપ બાબુભાઇ પરમાર, તથા જીજે૩-ડીપી-૯ર૬૩ નંબરના બાઇક પર ડબલ સવારી નીકળતા વિશાલ વલ્લભભાઇ કુવાવત, કરીમ અનવરભાઇ હેમનાણી, જીસીઆઇ ૩૩૪૪ નંબરના બાઇક પરથી અરવિંદ કુરજીભાઇ જાંબુડીયા, વિજય રમેશભાઇ ચૌહાણ, કોઠારીયા ચોકડી પાસેથી એકટીવામાં નીકળેલા વાસુ રમેશભાઇ વેકરીયા, અનિલ ભગવાનજીભાઇ કારેલીયા, તથા નીલેષ બાબુભાઇ ચાવડા, અલ્પેશ કિરણભાઇ ચાવડા તથા માલવીયાનગર પોલીસે નવલનગર શેરી નં.૧૦માંથી રમેશ ભીખાભાઇ પોકીયા, કૈલાશ ત્રિલોકભાઇ બળોખરીયા, શ્રીનાથજી સોસાયટીમાંથી સાગર રામજીભાઇ સોલંકી, મવડી રોડ પરથી દિપક મનસુખભાઇ સોલંકી, તથા પ્રનગર પોલીસે સદર બજારમાં સાંજે બાલાજી શોપીંગ સેન્ટર નામની કરીયાણાની દુકાન ખુલી રાખી વેપાર કરતા પ્રિયેશ કિશોરભાઇ જોબનપુત્રા (રહે. માધાપર ચોકડી પાસે), તથા પોપટપરા મેઇન રોડ પર નાલા પાસેથી કુમુન રઘુભાઇ વેકરીયા, તથા તાલુકા પોલીસે ૪૦ ફુટ રોડ પર ધરમનગર પાસેથી કિશન નિલેષભાઇ પરમાર, આશિષ ગીરીશભાઇ બગડા, અલય પાર્ક મેઇન રોડ પરથી મયુર બાબુભાઇ ભાલાળા, અલય પાર્ક મેઇન રોડ પર તુલશી પાન દુકાન ખુલી રાખી વેપાર કરતા વિશાલ બાબુભાઇ ભાલાળા, સુરેશ ભારથી નારણભારથી ગૌસ્વામી, જીતેન્દ્રસિંહ પ્રહલાદસિંહ વાઘેલા, તથા રામાપીર ચોકડી ફાયર બ્રિગેડ પાસેથી ભુપત નાથાભાઇ નારોલા અને ભનુ ખોળાભાઇ બાંભવાની ધરપકડ કરી હતી.

(2:53 pm IST)