Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

ન્યારા આશ્રમમાં લોકડાઉન દરમિયાન ભોજન વ્યવસ્થાઃ ગાય-કુતરા માટે ચાલતી સેવાઓ

પૂ.રણછોડદાસજી બાપુની પધરામણીના ૧૦૧ વર્ષ નિમિતે મંગલમય કાર્યક્રમો

રાજકોટઃ તા.૨૨, ન્યારાગામમાં પૂ. ગુરૂદેવ શ્રી પધરામણીના ૧૦૦ વર્ષની ઉજવણી રૂપે ગત ડીસેમ્બર માસમાં સવારે અખંડ રામાયણના સમુહ પાઠ સવારના સત્રમાં તથા બપોરેના સત્રમાં તથા બપોરના સત્રમાં શ્રી દેવી ભાગવત જ્ઞાનયજ્ઞ કાર્યક્રમ ૧૦ દિવસ સુધી સાંંસ્કૃતિક કાર્યક્રમની અંદર બહારથી કલાકારોને બોલાવેલા હતા. તેમા પૂ. ગુરૂદેવ હરીચરણદાસજી બાપુની ઉપસ્થિતિમાં કલાકારો તથા ગુરૂભાઇઓ તથા બહેનો ખુબ ભાવમાં આવી બાપાનો રાજીપો પ્રાપ્ત કરેલ હતો.

હાલ દેશ મહાસંકટમાં આવેલ છે તો આપણે સર્વ ગુરૂભાઇઓ તથા બહેનો ગુરૂદેવ શ્રી ગોરા બિરાજતા હોય તેમની આજ્ઞા અનુસાર દરરોજ સાંંજે મોબાઇલને મધ્યમાં રાખી બધા જ મળીને સ્વાધ્યાય પાઠ કરીને પૂ. ગુરૂદેવને પ્રાર્થના કરી રહયા છે. પૂ. ગુરૂદેવ  આ મહામારી કોરોનામાંથી મુકતી આપશે. એવી પ્રાર્થના કરવામાં આવે છે.

સરકારના આદેશ અનુસાર દેશભરમાં નાના-મોટા મંદિરો, આશ્રમો બધાજ દર્શનાર્થીઓ માટે બંધ છે. તેમ ન્યારા આશ્રમ પણ આ આદેશનું સંપૂર્ણ પાલન  કરે છે. પણ સવારે મંગલા આરતી દુધ પ્રસાદ ધરવામાં  આવે છે. બપોરે થાળ ધરવામાં આવે છે. બપોર પછી ભગવાનને ફ્રુટ તથા જલ  ધરવામાં આવે છે.  સાંજે સધ્યા આરતી કરવામાં આવે છે. શયનમાં ભગવાનને દુધ ધરવામાં આવે છે. આજ નિત્યક્રમ મુજબ પુજારીશ્રી સુરેશભાઇ દેવશંકર જોષી દ્વારા કરવામાં આવે છે.

હાલ પંચાયત  દ્વારા સરકાર તરફથી  અનાજ વિતરણ દરમિયાન આવતા સરકારી કર્મચારી તથા ન્યારા ગામના તથા આજુબાજુ ગામના બંદોબસ્ત માટે આવતા પોલીસ કર્મચારી તથા શાકભાજી તથા ફ્રુટ તથા નાના-મોટા ફેરીયાઓ માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે. તેમની ખાસ તકેદારી રાખવામાં આવે છે.

તેમજ આજુબાજુની સીમના કોઇપણ શ્રમીક ભુખ્યો રહે નહિ તથા સરકારશ્રીના આદેશનું પાલન કરીને તેમને ન્યારા ગુરૂભાઇઓ દ્વારા પહોંચાડવામાં આવે છે.  પૂ. ગુરૂદેવશ્રીના આદેશનું પાલન કરીને તેમને ન્યારા ગુરૂભાઇઓ દ્વારા પહોંચાડવામાં આવે છે. પૂ. ગુરૂદેવશ્રીની આજ્ઞા લઇ આ હાલના સંજોગો લક્ષમાં રાખીને સવારે રોજ આશરે ત્રીસ મણ જેવો ઘાસચારો તથા કુતરા માટે એક ડોલ ભરીને લાડુ વિતરણ કરવાની શુભ શરૂઆત એકાદશીથી કરેલ છે.

૧૦૦ વર્ષથી ઉજવણી દરમિયાન પૂ. ગુરૂદેવશ્રી ન્યારા આશ્રમમાં જીણોધ્ધારની જરૂરીયાત છે. બધુ જ બાપુએ જોઇ જે જે જરૂરીયાત મુજબ હોય તેમ મનીષભાઇ રૂપારેલીયા, આર્કિટેક સેવા આપશે એવા આર્શીવાદ આપેલ હતા. મનીષભાઇ રૂપારેલીયા એકપણ ક્ષણ વિલંબ કર્યા વગર તે તથા તેમનો સ્ટાફ આ આશ્રમને બધાની હરોળમાં મુકવાની તથા પૂ. ગુરુદેવનો આદેશને માથે ચડાવેલ હતો.

તેે અનુસંધાનમાં ન્યારા ટ્રસ્ટી મંડળ સ્થાનીક કમિટિ તથા ન્યારા ગામના ગુરૂભાઇ તથા બહેનો કામે લાગેલ હતા તથા આ જીણોધ્ધાર તથા ગાયોને ઘાસચારો તથા કુતરાના લાડવા માટે તથા આશરે બપોરે ચાલીસથી પચાસના મહાપ્રસાદના સહભાગી થવા માટે તથા જીણોધ્ધાર થવા માટે તથા નાના-મોટા લાભ લઇને પૂ. ગુરૂદેવનો રાજીપો મેળવી રહયા છે. વધુ વિગત માટે મો.૯૮૨૫૪ ૨૪૬૦૪ ઉપર સંપર્ક કરી શકાય છે. 

(2:50 pm IST)