Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

વસંતબેન મોદી મેમોરીયલ ટ્રસ્ટના ઉપક્રમે રવિવારે સરસ્વતી સ્કુલમાં રકતદાન કેમ્પ

થેલેસેમીક બાળકો અને જરૂરીયાતમંદ દર્દીઓ માટે : રોટરી કલબ, આર્કેડીયા શેર, રેસકોર્ષ પાર્ક, થેલેસેેમીયા જનજાગૃતિ સમિત અને જીવદયા ગ્રુપનો સહયોગ

રાજકોટઃ તા.૨૨,  હાલ કાળઝાળ ગરમી અને કોરીનાની સામે  સૌરાષ્ટ્રભરનાં ૫૦૦ થી વધુ થેલેસેમીક બાળકો અને જરૂરીયાતમંદ દર્દીઓન સરળતાથી રકત મળી રહે એવા  આશયથી તા. ર૪ને રવિવારનાં રોજ સવારે ૮ થી ૨ સુધી જીવદયા પ્રેમી વસંતબેન એન. મોદીની બીજી પુણ્યતિથીએ  વસંતબેન મોદી મેમોરીયલ ટ્રસ્ટ નાં ઉપકમે રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર, આર્કડીયા શેર્સ એન્ડ બ્રોકર્સ, રેસકોર્ષ પાર્ક, થેલેસેમીયા જનજાગૃતિ અભિયાન સમિતિ અને જીવદયા ગ્રુપ રાજકોટ દવારા મેગા રકતદાન કેમ્પનું આયોજન  શ્રી સરસ્વતી શિશુ મંદીર સ્કુલ, મારૂતી નગર ૧, એરપોર્ટ રોડ ખાતે કરવામાં આવેલ છે. સરસ્વતી શિશુ મંદીર સ્કુલમાં  શિક્ષણવીદ અપૂર્વભાઈ મણીઆર તથા ટ્રસ્ટી મંડળનો સહયોગ મળ્યો છે.

 આ કેમ્પ માટે મુકેશ દોશી-ઉપેન મોદીએ રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરનાં પ્રમુખ પૂર્વશ કોટેચા અને મંત્રી કુણાલ મહેતા રેસકોર્ષ પાર્ક પરીવારનાં પ્રમુખ અને ભા.જ.પ. અગ્રણી રાજેન્દ્રસિંહ ગોહીલ અને આર્કેડીયા શેર્સ એન્ડ બ્રોકર્સનાં ચેરમેન જૈન અગ્રણી સુનીલભાઈ શાહ સહિતનાં મહાનુભાવોએ વધુ ને વધુ રકતદાતાઓ રકતદાન કરે એ માટેનાં સતત પ્રયાસો કરી રહયા છે.  રકતદાતાઓને ચારથી વધુ આકર્ષક ભેટ અપાશે.

 થેલેસેમિયા જનજાગૃતિ અભિયાનનાં અનુપમ દોશી, સુનીલ વોરા, નલીન તન્ના, કિરીટભાઈ આદ્દીજા અને હસુભાઈ રાચ્છે જણાવ્યુ છે કે આ કેમ્પનું ઉદદ્યાટન થેલેસેમીક બાળકનાં વરદ હસ્તે કરવામાં આવશે.    જીવદયા ગ્રુપ દવારા તમામ વ્યવસ્થા સંભાળવામાં આવી છે. 

જીવદયા ગ્રુપનાં કાર્યકરો પારસ મોદી, વિરેન્દ સંદ્યવી, હર્ષદ મહેતા, પ્રકાશ મોદી, કીર્તી પારેખ, ભરત બોરડીયા, હીતેશ દોશી,હરેશ દોશી,સમીર કામદાર, હીરેન કામદાર, અમીત દેસાઈ,રાકેશ કલ્યાણી, નિખીલ શાહ, અરૂણ નિર્મળ,હીરેન મહેતા, નિરવ સંદ્યવી, વિજય દોશી, દીનેશ મોદી, પાર્થ સંદ્યવી, સુરીલ મોદી,રાજુ મોદી, સંઘ્યા મોદી, દેવાંગી મોદી, હેમા મોદી, હિના સંદ્યવી, અલ્કા બોરડીયા,આરતી દોશી, દક્ષા મહેતા, મીના પારેખ, બીના દોશી, જીજ્ઞા મોદી, કાજલ મીઠાણી, હેતલ મહેતા, હેતલ દોશી, બકુલા શાહ, હીના રાજપરા, પારૂલ જીવરાજાની,દીપા શાહ આ ઉપરાંત રેસકોર્ષ પાર્ક સ્થાનકવાસી જેન સંદ્યનાં ટ્રસ્ટી કમલેશભાઈ મોદી તથા કીર્તી દોશી જહેમત ઉઠાવી રહયા છે. કીર્તીભાઈ પારેખ (આકાર જવેલર્સ) દવારા તમામ માટે લીંબુ સરબત આપવામાં આવશે.

 સમગ્ર આયોજનને સફળ બનાવવા જીવદયાપ્રેમી વસંતબેન એન. મોદી પરીવારનાં ઉપેનભાઈ મોદી, મિહીરભાઈ મોદી વગેરે દ્વારા  પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. 

રકતદાતાઓને નામ નોંધાવવા માટે હર્ષદભાઈ મહેતા - ૯૮૨૪૫ ૬૩૫૩૭, મીહીર મોદી - ૮૦૦૦૭ ૮૮૯૯૯, હેમા મોદી - ૮૨૦૦૩ ૯૨૨૭૧, હિના સંઘવી - ૯૫૮૬૭ ૭૦૪૭૧.

(2:49 pm IST)