Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

'તારા ભાઇબંધ ઘરે ન આવવા જોઇએ' તેમ કહી કેતનને કાકા નરેશભાઇએ કુહાડી ઝીંકી

સામે નરેશભાઇ જોગીયાણીએ પણ પોતાના પર ભાઇ મહેશભાઇએ હુમલો કર્યાનો આક્ષેપ સાથે સારવાર લીધીઃ નંદા હોલ પાસે બનાવ

રાજકોટ તા. ૨૨: કોઠારીયા રોડ નંદા હોલ પાસે કેશવ વિદ્યાલય પાસે રહેતાં અને  સાડીની દૂકાનમાં કામ કરતાં કેતન મહેશભાઇ જોગીયાણી (ઉ.વ.૧૬)ને રાતે નવેક વાગ્યે તેના કાકા નરેશભાઇ જોગીયાણીએ કુહાડીથી ઇજા કરતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ સારવાર બાદ રાતે જ રજા અપાઇ હતી.

સામા પક્ષે કેતનના કાકા નરેશભાઇ છગનભાઇ જોગીયાણી (ઉ.વ.૩૪) પણ પોતાના પર ભાઇ મહેશભાઇએ ધોકાથી હુમલો કરી માર માર્યાની રાવ સાથે સિવિલમાં સારવાર લીધી હતી. બંને બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરી હતી. કેતનના મિત્ર નિખીલના કહેવા મુજબ કેતન કાકા સાથે રહી કામ કરે છે. મિત્રો કેતનને મળવા આવતાં હોઇ તે તેના કાકાને ગમતું ન હોઇ જેથી માથાકુટ થઇ હતી. કાકા નરેશભાઇએ પણ રાતે જ રજા લઇ લીધી હતી.

(12:44 pm IST)