Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

દાઉદી વ્હોરા સમાજની ઈદ ઉલ ફિત્ર કાલે ઉજવાશેઃ જુમ્માના રોઝા સાથે રમઝાન પૂર્ણ થશે

રાજકોટ,તા.૨૨: વિશ્વભરમા દાઉદી વ્હોરા સમાજ દ્વારા પવિત્ર રમઝાન માસ આ વર્ષે કોરોના મહામારીના હિસાબે દરેકે પોતાના ઘરમાં રહીને નમાઝ, ઈબાદત કરેલ હતી અને કાયદાનું ચુસ્ત પાલન કરીને દુઆઓ કરેલ હતી.

વ્હોરા સમાજ માટે આજે તા.૨૧ના ગુરૂવારે રાત્રે રમઝાન માસની ૩૦મી રાત છેલ્લીરાત છે.

આખીરાત જાગીને ઈબાદત કરાશે. કાલે તા.૨૨ના શુક્રવારે ૩૦મુ રોઝુ આખર જુમ્માની નમાઝ હશે. તા.૨૩ શનિવારે સવારે ઈદ ઉલ ફિતરની નમાઝ અદા કરશે.

આ પવિત્ર રમઝાન માસમા સૌરાષ્ટ્રના રાજકોટ સહીત મોરબી, જામનગર, પાલીતાણા, સુરેન્દ્રનગર, વઢવાણ, જસદણ ચોત્તલા, ધ્રંાગ્રધા, અમરેલી, સાવરકુંડલા, મહુવા, પોરબંદર, બગસરા, ચિત્તલ, બરવાળા, કોટડા સાંગાણી, જુનાગઢ, ભુજ, કુવાડવા, જામખંભાણીયા, ઘોઘા, રાજુલા, શિહોર, ભાવનગર, સરધાર, પડધરી સહીત પૂરા હીન્દુસ્તાનના ગામોમા  તથા વિદેશમાં જયા જયા દાઉદી વ્હોરા સમાજના લોકો વસે છે. તેઓ સરકારના નિયમો ચુસ્ત રીતે પાલન કરી લોકડાઉનમાં પોતાના ઘરે જ રહી રોઝા રાખેલ હતા અને નમાઝ- ઈબાદત રોજ કરીને ખુદાતઆલા પાસે રોજ દુઆઓ કરતા હતા કે આ કોરોના વાયરસની મહામારીમાંથી જલ્દી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય.

દેશમાં જે લોકો માનવ સેવાના કાર્યો કરે છે તેની હીફાજત કરે જે તેવી તેમના માટે દુઆઓ કરેલ. દેશમાં અમન શાંતિ, સલામત અને ભાઈચારો કાયમ બની રહે તે માટે દુઆઓ કરેલ.

હજી ૩૦મી પવિત્ર રમઝાન માસની રાત આખી જાગીને તથા ઈદની રાતે વશેક પઢીને તથા ઈદની નમાઝ બાદ ઘણી ઘણી દુઆઓ કરશે.

પવિત્ર રમઝાનમાં દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ હિઝહોલીન ડો.સૈયેદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.) તરફથી રોજેરોજ દુઆઓ તથા ઓનાલાઈન મજલીસ થતી હતી અને સમગ્ર સૃષ્ટિ માટે હિદાયત આપતા હતા અને ફરમાયેલ કે તમારા ઘરમા કમસે કમ એક તો કુઆર્ન હાફીઝ (કુઆર્ન કંઠસ્થ) તો થાય.

તાજેતરમા જ ડો.સૈયદના સાહેબ (ત.ઉ.શ.)નો ૭૭મી મિલાદ (જન્મદિવસ) મુબારક હતી. દાઉદી વ્હોરા સમાજ ધર્મગુરૂ ડો.સૈયદના સાહેબ (ત.ઉ.શ.)ના દિર્ઘ આયુષ્ય માટે ખાસ દુઆઓ કરે છે. આજે દાઉદી વ્હોરા કોમ તેમના માર્ગદર્શનથી શિસ્ત અને સારા કાર્ય માટે શાંત વેપારીકામ તરીકે જાણીતી બની છે. તેમ શેખ યુસુફઅલી જોહરકાર્ડ વાળાએ જણાવ્યુ છે.

(11:27 am IST)