Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

તમામ મામલદાર કચેરીના જનસેવા કેન્દ્રો-પુરવઠાની ઝોનલ કચેરીઓ શરૂ : સોશ્યલ ડીસ્ટન્સ અંગે તકેદારી

કલેકટર કચેરીની અન્ય કામગીરી ધીમેધીમે રપમી બાદ શરૂ કરવા વિચારણા : શ્રમિકોને ટ્રેનમાં મોકલવા સ્ટાફ રોકાયેલો છે : સબ જીસ્ટ્રાર કચેરીમાં ઓનલાઇન પ્રક્રિયા ચાલુ..

રાજકોટ, તા. રર : આજથી રાજકોટ શહેર-જીલ્લાની તમામ મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રો શરૂ કરી દેવા કલેકટરે આદેશો કર્યા છે, તો સાથો સાથ પુરવઠાની તમામ ચારેય ઝોનલ કચેરીઓ પણ શરૂ કરવા સૂચના આપી હતી. કલેકટરશ્રી રેમ્યા મોહને 'અકિલા'ને જણાવ્યું હતું કે, ગઇકાલે બપોર બાદ સુચના અપાઇ ગઇ છે, જનસેવા કેન્દ્રો-ઝોનલ કચેરીઓમાં સોશ્યલ ડીસ્ટન્સ તકેદારી રાખવા, સેનેટાઇઝર, માસ્ક સ્હિતની સુચનાઓનું પાલન કરાવવા પણ કહેવાયું છે. જનસેવા કેન્દ્રોમાં ૭/૧ર, સહિતના ઉતારા-નકલો કઢાવવા આવતા લોકો-પુરવઠાની ઝોનલ કચેરીમાં રેશનીંગ કાર્ડની કામગીરી કરાવવા આવતા લોકો સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરે-માસ્ક વગર ન આવે તેવી અપીલ કરાઇ છે, તો લોકોને બીજી વખત ધક્કો ન થાય, તે જોવા પણ અધિકારીઓને સુચના અપાઇ છે. કલેકટરે ઉમેર્યું હતું કે, કચેરીની અન્ય કામગીરી જેવા કે બીનખેતી-અપીલના કેસો-પુરવઠા-બેન્ક સિકયુરાઇવેઝન કેસો વિગેરે અંગે રપમી બાદ નિર્ણય લેવાશે. હાલ શ્રમિકોને ટ્રેનમાં યુપી-એમપી-બિહાર મોકલવા અંગે સ્ટાફ રોકાયેલો હોય આ બધી કામગીરી નહીં કરાય.

તેમણે જણાવેલ કે રાજકોટની તમામ ૮ સબ રજીસ્ટ્રાર કચેરીમાં ઓનલાઇન દસ્તાવેજ નોંધણી-ઓનલાઇન ફીની કામગીરી શરૂ કરી દેવાઇ છે અને ત્રણ દિવસમાં ત્યાં સારો પ્રતિસાદ મળ્યો છે.

(11:26 am IST)