Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

શનિવારે સાંજે ચંદ્ર દર્શન થાય તો રવિવારે ઇદ

જો કે ૩૦ રોઝા રવિવારે પુરા કરી સોમવારે જ ઇદ થવાનો પૂર્ણ નિર્દેશ

રાજકોટ તા. રર :.. હાલમાં મુસ્લિમ સમાજનો પાવત્ર રમઝાન માસ અંતિમ ચરણમાં ચાલી રહ્યો છે. ત્યારે કાલ શનિવારે તા. ર૩ ના રોજ ર૯મો રોઝો હોવાથી સાંજના સમયે ચંદ્રદર્શન નિહાળવામાં આવશ જો શનિવારે ચંદ્ર દર્શન થશે તો રવિવારે ઇદ થઇ જશે અને જો શનિવારે ન થાય અને રવિવારે ૩૦ માં રોઝાના દિવસે સાંજે ચંદ્રદર્શન થાય તો સોમવારે ઇદ થશે.

અત્રે એ નોંધનીય છે કે મુસ્લિમ માસ હમેંશા ર૯ અને ૩૦ દિવસનો હોય છે અને તે ચંદ્રદર્શન આધારિત હોય છ. ત્યારે વર્તારાના નિર્દેશ મુજબ આ વખતે ર૯ મા રોઝાના દિવસે ચંદ્ર દર્શનની શકયતા નહિવત છે અને ૩૦ રોઝા પુરા થઇ રવિવારે જ ચંદ્ર દર્શન થવાની પુરી શકયતા રહેલી છે.

આ ઇદને રમઝાન માસના અંતમાં ઉજવવામાં આવે છે અને તેને 'ઇદલફિત્ર' તરીકે ઓળખવામાં આવે છ. (પ-રર)

(10:44 am IST)