Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

ગ્રેજ્યુએશન કરવા અને વિજ્ઞાન ક્ષેત્રે સંશોધન કરવા તથા પોસ્ટ ડોકટરલ ફેલોશીપ મેળવો

વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, માનવતા સહિતના વિષયોમાં Ph.D થયેલ સંશોધકો માટે તથા ભારતમાં રીસર્ચ કરતા વૈજ્ઞાનિકો માટે ફેલોશીપઃ F.Y. તથા S.Y.ના સ્ટુડન્ટસ માટે પણ શિષ્યવૃતિ

રાજકોટ તા. રર : ભારત સહિત સમગ્ર વિશ્વમાં દિવસે-દિવસે શિક્ષણનું મહત્વ અસામાન્ય અને અનિવાર્ય થતું જાય છે ત્યારે હાલમાં વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન ,માનવતા કે તેને સમકક્ષ વિષયમાં પી.એચ.ડી. થયેલા માટે પોસ્ટ ડોકટરલ ફેલોશીપ ઉપલબ્ધ છે. સાથે-સાથે વિજ્ઞાન ક્ષેત્રે ભારતમાં રીસર્ચ કરતા ભારતીય વૈજ્ઞાનિકો પણ ઉપયોગી ફેલોશીપ મેળવી શકે છે.  ઉપરાંત ગ્રેજ્યુએશનના પ્રથમ કે દ્વિતિય વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓ પણ શિષ્યવૃતિની મદદથી ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરી શકે છે.આ તમામ વિગતો જોઇએ તો....

*બનારસ હિંદુ યુનિવર્સિટી માલવિયા પોસ્ટડોકટરલ ફેલોશિપ ૨૦૨૦ અંતર્ગત બનારસ હિંદુ યુનિવર્સિટીએ વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, માનવતા અને આ ટાઇપના અન્ય વિષયોમાં પીએચડી ધારકો માટે ૧૦૦ પદોની જાહેરાત કરી છે. આ ત્રણ વર્ષની ફેલોશિપને સંશોધનનું મૂલ્યાંકન કરવામાં આવે ત્યારે પાંચ વર્ષ સુધી વધારી શકાય છે.

-અરજી કરવાની પાત્રતા

૩૫ વર્ષથી ઓછી ઉંમરના ઉમેદવારો કે જેઓ સ્વતંત્ર રીતે સંશોધન કરી શકે છે અને જેમના સંશોધન પત્રો શ્રેષ્ઠ સંશોધન જર્નલમાં પ્રકાશિત થયા છે, તેઓ તારીખ ૩૦-૫-૨૦૨૦ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. ફેલોશીપ માટે પસંદ થનાર સ્કોલર્સને દર મહિને રૂ.૧ લાખ, વાર્ષિક સંશોધન અનુદાન તરીકે ૩ લાખ રૂપિયાનું ભથ્થું મળશે. ઉમેદવારને કેમ્પસ પર ઓછામાં ઓછા ભાડા પર રહેવાની સુવિધા પણ મળશે.

- અરજી કરવા માટેની લીંક www.b4s.in/akila/BHU3

* ઇન્ડિયન એકેડેમી ઓફ સાયન્સીઝ ફેલોશીપ ૨૦૨૦ અંતર્ગત બેંગલુરુની ઇન્ડિયન એકેડમી ઓફ સાયન્સે પ્રતિષ્ઠિત કાર્ય કરવા માટે ભારતીય વૈજ્ઞાનિકો માટે આ ફેલોશિપની જાહેરાત કરી છે. આ માટે ઉમેદવારોને સારા સ્ટેન્ડિંગમાં બે સંશોધન વિદ્યાર્થીઓ દ્વારા ઓફર અને ભલામણ કરવી જોઈએ.

-અરજી કરવાની પાત્રતા

ભારતમાં સંશોધન કરતા ભારતીય વૈજ્ઞાનિકો આ ફેલોશીપ માટે અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧-૫-૨૦૨૦ છે. પસંદ કરાયેલા સંશોધક વિદ્યાર્થીઓને વેરિયેબલ એવોર્ડ આપવામાં આવશે.

- અરજી કરવા માટેની લીંક www.b4s.in/akila/IAS8

* ગ્રેજ્યુએશન ૨૦૨૦ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે સરદાર પટેલ સ્કોલરશીપ અંતર્ગત બડી 4 સ્ટડી ઇન્ડિયા ફાઉન્ડેશન સ્નાતકના પ્રથમ અને બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની અરજીઓ મંગાવે છે. આ શિષ્યવૃત્તિ કાર્યક્રમ ઉચ્ચ શિક્ષણથી વંચિત હોય તેવા વિદ્યાર્થીઓને ટેકો આપવાના ઉદ્દેશથી બનાવવામાં આવ્યો છે.

- અરજી કરવા માટેની પાત્રતા

માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી કે સંસ્થામાંથી ત્રણ વર્ષના સ્નાતક કાર્યક્રમના (કોઈ પણ શાખામાં) પ્રથમ/બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની અરજીઓ ખુલ્લી છે. પરંતુ અરજદારના પરિવારની વાર્ષિક આવક રૂ. ૬ લાખથી ઓછી હોવી જોઈએ.

પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને રૂ. ૧૫,૦૦૦ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. ઓનલાઇન અરજી કરવાની  છેલ્લી તારીખઃ ૩૧-૦૫-૨૦૨૦ છે.

- અરજી કરવા માટેની લીંક  www.b4s.in/akila/SPS1

આટઆટલી સરસમજાની ઉપયોગી સ્કોલરશીપ મળી રહી છે ત્યારે યોગ્ય લાયકાત, સ્વપ્રયત્ન, હકારાત્મક અભિગમ, આત્મવિશ્વાસ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રદ્ધા રાખીને જલ્દીથી ફેલોશીપ માટે અરજી કરી દો.સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌની ઓલ ધ બેસ્ટ.

સૌજન્ય

સ્માઇલીંગ સ્ટાર એડવાઇઝરી પ્રા.લી.

www.buddy 4 study.com

info@buddy4study.com

(9:34 am IST)