Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

યુનિવર્સિટી રોડ તથા સાધુ વાસવાણી રોડ પર 'ફેશન પરેડ'માં નિકળેલાઓના 'સીન' વિખતી પોલીસ

રાજકોટઃ વિશ્વભરમાં નોવેલ કોરોના વાઇરસને વર્લ્ડહેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વીક મહામારી જાહેર કર્યા બાદ દેશભરમાં ર૧ દિવસ સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે લોકોને પોતાના ઘરની બહાર ન નિકળવા અને દુકાનો, હોટલ બંધ રાખવા અને એકથી વધુ લોકોને અકઠા ન થવા માટે જાહેરનામું બહાર પાડયું હતું અને જો કોઇ લટાર મારતા કે એકઠા થયેલા જોવામાં આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને શહેરમાં પોલીસ દ્વારા કડક પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું છે. તેમ છતાં યુનિવર્સિટી રોડ પર મુંજકા ગામ જવાના રસ્તા પર અને સાધુવાસવાણી રોડ પર લટાર મારતા અને ઘરની બહાર આંટા મારતા લોકોને પોલીસે પકડીને કાયદાનું ભાન કરાવ્યું હતું. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:13 pm IST)
  • કેન્દ્ર સરકાર રાજયોને ૨ રૂપિયે કિલો ઘઉં અને ૩ રૂપિયે કિલો ચોખા પૂરા પાડશે : કેન્દ્રીય પ્રધાનની જાહેરાત access_time 6:05 pm IST

  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયાના વાડીનાર ગામે માછલી વેચનારાનો 144 મી કલમ ભંગ : પોલીસના પગલાંથી ધમાલ : જિલ્લાથી પોલીસ ગાડીઓ સાથે અધિકારીઓ દોડ્યા : તોફાન કરનારા પોલીસના કબ્જામાં : ફરિયાદ માટે તજવીજ : પોલીસ આકરા પગલાંના મૂડમાં :જાહેરનામા ભંગ તથા લોકોને ઉશ્કેરતા તત્વો સામે પગલાં ; વાડીનાર પોલીસમય બન્યા : હથિયારો સાથે પોલીસ access_time 9:40 pm IST

  • ભારતીય મુળના રીતેશ અગરવાલની 'ઓયો' કંપનીએ યુ.એસ.એ.માં ડોકટરોને રહેવા માટે 'ફ્રી' સેવાની ઓફર કરી : ઈવાન્કા ટ્રમ્પે આવકારી access_time 3:34 pm IST