Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

વોર્ડ નં.૧૩માં કોર્પોરેટર જયાબેન ડાંગર દ્વારા કોરોના સામે સુરક્ષાચક્રની વ્યવસ્થા કરાવાઇ

કરિયાણા-મેડીકલ-દુધની ડેરીઓ પાસે કલરથી દોરેલા સુરક્ષા ચક્રમાં ઉભા રહી તેજ ખરીદી કરવા ભાજપ અગ્રણી શૈલેષ ડાંગરની અપીલ

રાજકોટ : કોરોના સંક્રમણને રોકવા લોકોને એક-બીજાથી ૧ મીટરનું અંતર રાખવું ફરજીયાત છે. ત્યારે હાલની લોકડાઉન સ્થિતિમાં કરીયાણુ, શાકભાજી, દુધ-દવાઓ વગેરે જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદતી વખતે એક બીજાની બાજુમાં નહીં પરંતુ દુકાનો પાસે પાકા કલરથી દોરાયેલા સુરક્ષાચક્રમાં ઉભા રહીને ખરીદી કરવાની સરકારની સુચનાનું પાલન વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર જયાબેન હરિભાઇ ડાંગર દ્વારા શરૂ કરાવાયું છે. તસ્વીરમાં યુવા ભાજપના અગ્રણી શૈલેષ ડાંગર દ્વારા શરૂ કરાવાયું છે. તસ્વીરમાં યુવા ભાજપના અગ્રણી શૈલેષ ડાંગર દ્વારા દુકાનો બહાર પાકા કલરથી સુરક્ષાચક્ર બનાવડાવવામાં આવી રહ્યા છે તે દર્શાય છે.

(3:47 pm IST)